બેગ્લુંરુઃ કન્નડ એક્ટ્રેસ રાગિની દ્વિવેદીને સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ કેસમાં ધરપકડ કર લીધી છે, કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ કેસ સાથે કથિત રીતે એક્ટ્રેસના તાર જોડાયેલ હોવાની તપાસ કરવાના ભાગરૂપે તેના ઘરે રેડ પાડવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે એક્ટ્રેસને અન્ય પાંચ લોકો સાથે ડ્રગ્સ કેસમાં અરેસ્ટ કરી છે. એક્ટ્રે્સની ધરપકડ બાદ તેના તારે બીજેપી સાથે જોડાયેલા હોવાનુ બહાર આવતા રાજકીય વાતાવરણ ગરમાયુ હતુ, અને બાદમાં બીજેપીએ આ વાતને નકારી કાઢી હતી.


વાત એમ છે કે, કર્ણાટકા ભારતીય જનતા પાર્ટી સાથે એક્ટ્રેસ રાગિની દ્વિવેદીનુ કનેક્શન બહાર આવ્યુ છે, રિપોર્ટ છે કે એક્ટ્રેસે વર્ષ 2019માં વિધાનસભા પેટાચૂંટણીમાં તે સ્વયં બીજેપીનો પ્રચાર કર્યો હતો. તેને કર્ણાટકા બીજેપીના મોટા નેતા યેદીયુરપ્પા સહિત પાર્ટીના કેટલાક નેતાઓનો પ્રચાર કર્યો હતો.

એક્ટ્રેસ રાગિની દ્વિવેદી બીજેપી પાર્ટીની સભ્ય છે, અને વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં તેને ખુદ બીજેપી માટે પ્રચાર કર્યો હતો. જોકે ડ્રગ્સ કેસમાં એક્ટ્રેસનુ નામ બહાર આવતા બીજેપીએ તેનાથી દુરી બનાવી લીધી છે. એક્ટ્રેસની ધરપકડ બાદ બીજેપી પ્રવક્તા ગણેશ કાર્ણિકે કહ્યું કે, અભિનેત્રીએ જે કર્યુ તેના માટે તે ખુદ જવાબદાર છે, પાર્ટી કોઇપણ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓની વિરુદ્ધમાં છે. વર્ષ 2019માં એક્ટ્રેસે બીજેપી માટે સ્વયં પ્રચાર કર્યો હતો, તે ભાજપની કોઇ સભ્ય નથી, અને બીજેપીએ તેનો કોઇપણ પ્રકારના પ્રચારની જવાબદારી ન હતી આપી.



સીસીબીએ એક્ટ્રેસ રાગિની દ્વિવેદી અને બે લોકોને ઝડપ્યા હતા. ધરપકડ પહેલા સીસીબીએ રાગિનીના ઘરે રેડ કરી હતી, સીસીબીની ટીમ સવારે છ વાગે રાગિનીના ઘરે પહોંચી હતી, અને તપાસ કરી બાદમાં બપોરે ઓફિસમાં લાવીને કલાકો સુધી પુછપરછ કરી હતી. આ કેસમાં અન્ય 13 લોકોની પણ પુછપરછ કરાઇ રહી છે.