મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં નીકળેલા ડ્રગ્સ મામલામાં રીયા ચક્રવર્તીને 14 દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. રીયા 22 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે. એનડીપીએસ કોર્ટમાં થયેલી વર્ચુઅલ સુનાવણી બાદ તેણે રાતભર અનસીબી ઓફિસમાં બેનેલી જેલમાં વીતાવી હતી. રિયાની એનડીપીએસ એક્ટની કલમ 16/20 અંતર્ગત ધરપકડ થઈ છે.


રીયાની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર એક ટ્વિટ વાયરલ થયું છે. આ ટ્વિટમાં તે એક મહિલાની કહાની અંગે વાત કરી રહી છે. જે ડ્રગ્સ કેસમાં સામેલ હતી અને તેને સાડા ચાર વર્ષની સજા થઈ હતી. રીયાએ ટ્વિટમાં કહ્યું હતું કે,આ ખૂબ ડરામણી વાત છે. હવે રીયાની ધરકપકડ બાદ ફરી એક વખત વાયરલ થઈ રહ્યું છે.

તેણે ટ્વિટર પર લખ્યું હતું, હમણાં જ એક ભારતીય છોકરીની ખૂબ જ ડરામણી સ્ટોરી સાંભળીને આવી છું. તેને નાર્કોટિક્સ ટ્રાફિકિંગના કારણે સાડા ચાર વર્ષ જેલમાં ગાળવા પડ્યા હતા.



સુશાંત સિંહ રાજપૂત મોત મામલે ડ્રગ્સ કનેક્શનને લઇને તપાસ કરી રહેલી એનસીબીએ મંગળવારે બપોરે 3:45 કલાકે અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. સુશાંત સિંહ રાજપૂત મોત મામલા સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં આજે સતત ત્રીજા દિવસની લાંબી પુછપરછ બાદ એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી.

રિયાની ધરપકડ બાદ તેના વકીલ સતીશ માનેશિંદેએ કહ્યું કે, "તે ડ્રગ એડિક્ટને પ્રેમ કરવાની સજા ભોગવી રહી છે. જે અનેક વર્ષોથી માનસિક સ્વાસ્થ્યથી પીડિત હતો અને ગેરકાયદેસર દવાના સેવનના કારણે આત્મહત્યા કરી હતી. ત્રણ કેન્દ્રીય એજન્સીઓ એક મહિલા પાછળ હાથ ધોઈને પડી હતી."