મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઇ પોલીસની તપાસનો સામનો કરી રહેલા અભિનેત્રી રિયા ચક્રવર્તીએ હવે પોતાનુ વૉટ્સએપ ડીપી બદલી નાંખ્યુ છે. ફોટામાં રિયા અને સુશાંતને હસતા જોઇ શકાય છે. ડીપી જોઇને બન્નેએ સાથે વિતાવેલી ક્ષણોને સમજી શકાય છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના એક મહિનો થયો છે. આ દરમિયાન રિયાએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર કંઇપણ પૉસ્ટ નથી કરી. પણ વૉટ્સએપ પર તેને પોતાનુ ડિસ્પ્લે પિક્ચર સુશાંત સિંહની સાથે લગાવી દીધુ છે.



ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહની આત્મહત્યા બાદ મુંબઇ પોલીસ કારણોને શોધવામાં લાગી છે. આ દરમિયાન કેટલાય લોકોની પુછપરછ થઇ ચૂકી છે. રિયા ચક્રવર્તી સાથે લગભગ 11 કલાક સુધી પોલીસે પુછપરછ કરી હતી.



કહેવાઇ રહ્યું છે સુંશાત સિંહ રાજપૂતની સાથે અભિનેત્રી રિયા ચક્રવર્તી છેલ્લા એક વર્ષથી સાથે છે. પોલસી સુત્રો અનુસાર બન્ને વર્ષના અંતે લગ્ન કરવાના હતા. પોતાની મોત પહેલા સુશાંત સિંહે રિયા ચક્રવર્તીને કૉલ કર્યો હતો, પણ તેને કોઇ જવાબ ન હતો મળ્યો. સુશાંત સિંહ દ્વારા અચાનક ભરવામાં આવલા આ પગલાથી બૉલીવુડમાં નેપૉટિઝ્મ પર ચર્ચાએ જોર પકડ્યુ છે. કેટલાય બૉલીવુડ કલાકારો આ મુદ્દે ખુલીને સામે આવી રહ્યાં છે. કેટલાય લોકો સુશાંતના મોત માટે કેટલાક સ્ટાર્સ અને બૉલીવુડની પ્રૉડક્શન કંપનીઓને જવાબદાર ગણી રહ્યાં છે.