એક્ટ્રેસનુ કહેવું છે કે, દેશની પ્રાથમિકતાઓ કંઇક બીજી છે, પણ આજે દેશભરમાં સીએએ અને એનઆરસી જેવી વાતોમાં લોકોને ફસાવી દેવામાં આવ્યા છે. સરકારે અને નેતાઓએ આવા મુદ્દે રાજનીતિ ના કરવી જોઇએ અને દેશની અર્થવ્યવસ્થા પર ધ્યાન આપવુ જોઇએ. હાલ દેશની અર્થવ્યવસ્થા નબળી પડી રહી છે.
ઋચા ચઢ્ઢાએ કહ્યું દેશની પ્રાથમિકતા દિવસે દિવસે નબળી પડતી અર્થવ્યવસ્થા, બેરોજગારી, ખતરનાક પ્રદુષણ જેવા ગંભીર મુદ્દાઓ છે, પણ આની જગ્યાએ નેતાઓ આજે નાગરિકતા કાયદાની વાતો કહી રહ્યાં છે, જે એકદમ બકવાસ અને બિનજરૂરી છે.
એક્ટ્રેસ શાહીન બાગના પ્રદર્શનને લઇને પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ હતુ.