મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાને હાલ પોતાની તસવીરોને લઇને ખુબ ચર્ચામાં છે. તેને ફરી એકવાર બીચ પરથી પોતાની હૉટ તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. સારા હાલ પોતાની ફેમિલી સાથે માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે.

સારાએ માલદીવના સમુદ્ર કિનારેથી કેટલીક તસવીરો શેર કરી છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.

સારાએ આ તસવીરોમાં બિકીની પહેરેલી છે, પોતાની તસવીરો શેર કરતાં સારાએ કેપ્શન લખ્યુ છે કે, "સમુદ્ર મેં નહા કે..." સારાની આ તસવીર પર સેલિબ્રિટીઝ પણ ખુબ કૉમેન્ટ કરી રહ્યાં છે.


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન બહુ જલ્દી 'આજ કાલ'માં દેખાશે. આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન દેખાશે. ઉપરાંત તે કુલી નંબર વનની રિમેકમાં પણ મુખ્ય ભૂમિકામાં છે.