મુંબઈઃ બોલિવૂડની દિવગંત અભિનેત્રી શ્રીદેવીનું બાથટબમાં ડૂબીને મોત થયું હતું. તેના મોતનું ફેન્સને હજુ પણ દુઃખ છે.  શ્રીદેવીના મોતને લઈ એક નવું જ રહસ્ય હમણાં બહાર આવ્યું છે તથા અનેક રહસ્યો પરથી પડદો ઉઠ્યો છે. ‘શ્રીદેવી: ધી એટર્નલ ગોડેસ’માં અભિનેત્રીના નામે તેનું જીવનચરિત્ર લખનાર લેખક સત્યાર્થ નાયકે એક નવો જ ખુલાસો કર્યો છે. શ્રીદેવીને લો બ્લડ પ્રેશરમાં અવાર નવાર બેભાન થઈ જવાની બિમારી હતી. આના પર તેમણે શ્રીદેવીની નજીકના ઘણા લોકોના નિવેદનો પણ સામેલ કર્યા છે.



એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં નાયકે કહ્યું કે “હું પંકજ પારાશર (જેમણે શ્રીદેવીની ફિલ્મ ચાલબાઝનું ડાયરેક્શન કર્યું હતું) અને નાગાર્જુનને મળ્યો હતો” બંનેએ મને બ્લડ પ્રેશર વિશે જણાવ્યું હતું. જ્યારે શ્રીદેવી આ બે સાથે કામ કરતી હતી તે વખતે ઘણી વખત બાથરૂમમાં બેહોશ થઈને પડી ગઈ હતી. ત્યારે આ મામલે હું શ્રીદેવીજીની ભત્રીજી મહેશ્વરીને પણ મળ્યો.



શ્રીદેવીની ભત્રીજીએ પણ મને કહ્યું હતું કે તેમણે શ્રીને બાથરૂમના ફ્લોર પર પડતા જોયા હતા અને તેમના ચહેરા પરથી લોહી નીકળી રહ્યું હતું. બોની સરે પણ મને કહ્યું હતું કે એક દિવસ શ્રી અચાનક પડી ગઈ હતી. જેમ મેં કહ્યું તેમ, તે લો બ્લડ પ્રેશરની બિમારીથી ઝુજી રહી હતી. આ પહેલા કેરળના ડીજીપીએ કહ્યું હતું કે શ્રીદેવીનું મૃત્યુ અકસ્માત નહીં પણ હત્યા છે. 24 ફેબ્રુઆરી 2018ના રોજ પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવીના નિધનનાં ચોંકાવનારા સમાચારથી દેશ આખો ચોંકી ઉઠ્યું હતું.



અહેવાલો અનુસાર બોની કપૂરને શ્રીદેવી દુબઈમાં હોટલના એક રૂમમાં બાથટબમાં બેભાન અવસ્થામાં મળી હતી. ડેથ સર્ટિફિકેટમાં જણાવાયું છે કે, મોત આકસ્મિક રીતે ડૂબવાના કારણે થયું છે. આ પછી તેના રહસ્યમય મૃત્યુ અંગે અનેક અટકળો કરવામાં આવી રહી હતી. પરંતુ લેખકના આ ખુલાસા બાદ આ બધી અટકળોનો અંત આવી ગયો છે. 24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઈની એક હોટલમાં બાથટબમાં આકસ્મિક ડૂબીને 54 વર્ષીય શ્રીદેવીનું અવસાન થયું હતું. ફિલ્મ ‘ચાંદની’ માં તેના જોરદાર અભિનયથી બધાને આશ્ચર્યચકિત કરનારી અભિનેત્રીના મોતથી બોલિવૂડ ચોંકી ઉઠ્યું હતું.

મહારાષ્ટ્રઃ CM ઉદ્ધવ ઠાકરેએ કયા ખાતા પોતાની પાસે રાખ્યા, જાણો વિગતે

…જો વિંગ કમાંડર અભિનંદન પાસે રાફેલ હોત તો પરિણામ અલગ જ હોતઃ પૂર્વ એર ચીફ માર્શલ

ખેડૂતો માટે માઠા સમાચાર, વાતાવરણમાં ફરી આવશે પલટો, જાણો રાજ્યમાં કઈ જગ્યાએ પડશે વરસાદ