નવી દિલ્હીઃ કોરોના સામેની લડાઇમાં કોરોના વૉરિયર્સ બનીને છેલ્લા એક વર્ષથી કોરોના દર્દીઓની સેવા કરતી એક્ટ્રેસ ફરી એકવાર ચર્ચામાં આવી છે, આ એક્ટ્રેસ છે શિખા મલ્હોત્રા. શિખા મલ્હોત્રા છેલ્લા એકવર્ષથી નર્સ બનીને કોરોના દર્દીઓની સેવા કરી રહી છે. ગયા વર્ષે માર્ચ મહિનામાં લૉકડાઉન આવ્યુ ત્યારથી એક્ટ્રેસ શિખા મલ્હોત્રા દર્દીઓની સેવા કરી રહી છે, અને હવે તેને આ સેવામાં એક વર્ષ પુરુ થયુ છે.
ખાસ વાત છે કે એક્ટ્રેસ શિખાએ કોરોના મહામારી અને વધતા સંકટને જોઇને તેને નક્કી કર્યુ હતુ કે, તે પોતાની નર્સિંગ ડિગ્રી અંતર્ગત દર્દીઓની સેવા કરશે, અને તેને 27 માર્ચથી મુંબઇના જોગેશ્વરી સ્થિત હિન્દુ સમ્રાટ બાલા સાહેબ ઠાકરે ટ્રૉમા કેયર હૉસ્પીટલમાં કોરોના આઇસૉલેશન વૉર્ડમાં એક નર્સિંગ ઓફિસર તરીકે કામ કરવાનુ શરૂ કર્યુ હતુ.
શિખા ગયા ઓક્ટોબર મહિનામાં કોરોનાગ્રસ્ત થઇ હતી. બાદમાં તેને પેરાલિસીસ પણ થયો હતો. તેને લકવો થતાં જ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ખાસ વાત છે કે એક્ટ્રેસ ખુદ એક ટ્રેન્ડ નર્સ છે, અને કોરોના સંક્રમણ દરમિયાન તેને મુંબઇની હૉસ્પીટલમાં કોરોનાના દર્દીઓની સેવા કરી હતી. થોડાક દિવસો પહેલા ખુદ શિખા પણ કોરોનાનો શિકાર થઇ ગઇ હતી.
નોંધનીય છે કે, શીખા મલ્હોત્રા ગયા વર્ષે સંજય મિશ્રા સાથે ‘કાંચલી’માં હીરોઈન તરીકે દેખાઇ હતી, આ પહેલા તે શાહરુખ ખાન સાથે ફિલ્મ ‘ફેન’ અને તાપસી પન્નુ સાથે ફિલ્મ રનિંગ શાદી. કોમમાં પણ કામ કરી ચૂકી છે.