મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડમાં અનેક પ્રકારની ચર્ચા શરૂ થઇ, ઇનસાઇડર, આઉટસાઇર, નેપૉટિઝ વગેરે. સુશાંતની આત્મહત્યા એક મિસ્ટ્રી બની ગય છે. સુશાંત કેસનો સૉલ્વ કરવા માટે મુંબઇ અને પટના એમ બે રાજ્યોની પોલીસ તપાસમાં લાગી છતાં કોઇ સત્ય બહાર આવી શક્યુ નહીં, હવે કે બિહાર સરકારની ભલામણના કારણે સીબીઆઇ પાસે પહોંચી ચૂક્યો છે.
જોકે, ખાસ વાત એ છે કે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનુ મોત આત્મહત્યા હતુ કે મર્ડર.. આ સવાલનો જવાબ હજુ લોકોને નથી મળ્યો, હવે આને લઇને સુશાંત સિંહ રાજપૂત પર એક ફિલ્મ બની રહી છે. આ ફિલ્મનુ નામ છે- 'સુસાઇડ ઔર મર્ડર'... ફિલ્મમાં રિયા ચક્રવર્તીની ભૂમિકા નિભાવનાર છોકરીનુ નામ એબીપી ન્યૂઝને જાણવા મળ્યુ છે.
'સુસાઇડ ઔર મર્ડર' ફિલ્મમાં શ્વેતા પરાશર નામની મૉડલ અને અભિનેત્રી સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના રૉલમાં દેખાશે. આ પહેલા શ્વેતા પરાધ્યા નામની તેલુગુ ફિલ્મમાં અભિનય કરી ચૂકી છે, જે બહુ જલ્દી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. 'સુસાઇડ ઔર મર્ડર' તેની પહેલી હિન્દી ફિલ્મ હશે.
એબીપી ન્યૂઝ સાથે વાતચીત કરતા શ્વેતાએ જણાવ્યુ કે આ ફિલ્મમાં કામ કરવા માટે મે હા પાડી કેમકે તે 2016 સુધી કૉમન ફ્રેન્ડ્સ દ્વારા સુશાંત સિંહ રાજપૂતના ટચમાં હતી, અને તેને કેટલીયવાર મળી ચૂકી હતી.
શ્વેતાએ એબીપી ન્યૂઝને કહ્યું કે, હું ઇચ્છુ છુ કે આ ફિલ્મ દ્વારા સુશાંતના મોત અને બૉલીવુડમાં ચાલી રહેલા નેપૉટિઝ્મ અને પક્ષપાતનુ કાળુ સત્ય લોકોની સામે આવશે, આ જ કારણ છે કે મે રિયા ચક્રવર્તી પર આધારિત આ ભૂમિકાને નિભાવવાનો ફેંસલો કર્યો છે.
સુશાંતના જીવન પર બનેલી ફિલ્મનુ નામ 'સુસાઇડ યા મર્ડરઃ એક સ્ટાર ખો ગયા' છે, અને ફિલ્મમાં લીડ રૉલ એટલે કે સુશાંતની ભૂમિકામાં ટિકટૉક સાટ્ર સચિન તિવારી દેખાશે. ટિકટૉક પર સુશાંત સિંહ રાજપૂતના હમશકલ તરીકે નામના મેળવનાર સચિન તિવારી આ ફિલ્મમાં સુશાંતનો રૉલ નિભાવશે. આ ફિલ્મનુ First Look પણ રિલીઝ થઇ ચૂક્યુ છે.
સચિન તિવારીને વિજય શેખર ગુપ્તાની પ્રૉડક્શન હાઉસ હેઠળ બની રહેલી ફિલ્મમાં લીડ રૉલ ઓફર થયો છે. જાણકારી અનુસાર આ ફિલ્મનુ શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવશે. આનુ મોટાભાગનુ શૂટિંગ મુંબઇ અને પંજાબમાં કરવામાં આવશે. વળી, આ ફિલ્મને આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવી શકે છે.
સુશાંત પર બની રહી છે આ ફિલ્મ, ડેબ્યૂ ફિલ્મમાં આ અભિનેત્રી કરશે રિયા ચક્રવર્તીનો રૉલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Aug 2020 03:24 PM (IST)
સુશાંત સિંહ રાજપૂત પર એક ફિલ્મ બની રહી છે. આ ફિલ્મનુ નામ છે- 'સુસાઇડ ઔર મર્ડર'... ફિલ્મમાં રિયા ચક્રવર્તીની ભૂમિકા નિભાવનાર છોકરીનુ નામ એબીપી ન્યૂઝને જાણવા મળ્યુ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -