સોનાક્ષીએ પોતાની પૉસ્ટમાં જણાવ્યુ કે મેન્ટલ હેલ્થથી બચવા માટે આ તેનુ પહેલુ પગલુ છે. તેને ટ્વીટર પર લખ્યું- પોતાના માનસિક સ્વાસ્થ્યને બચાવવાની દિશામાં સૌથી પહેલુ પગલુ છે. ખુદને નેગેટિવિટીથી દુર રાખવી. આજકાલ ટ્વીટર કંઇક આવુજ બની ગયુ છે. એટલે હુ મારુ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી રહી છું. બાય. શાંતિ મે રહો... આની સાથે જ પૉસ્ટના કેપ્શનમાં લખ્યું- આગ લગે બસ્તી મેં, મેં અપની મસ્તી મેં, બાય ટ્વીટર..
એટલુ જ નહીં સોનાક્ષી સિન્હાએ પોતાની પૉસ્ટની કૉમેન્ટ સેક્શનને બ્લૉક કરી દીધુ છે. તેની પૉસ્ટ પર હવે કોઇ કૉમેન્ટ નથી કરી શકતુ.
એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સોનાક્ષી સિન્હાના પરિવારજનોને લઇને પણ સતત ટ્રૉલ કરવામાં આવી રહ્યાં હતા. આની સાથે એક્ટ્રેસ સોનમ કપૂરને પણ લોકોએ સોશ્યલ મીડિયા પર ખુબ ટ્રૉલ કરી હતી. ત્યારબાદ તેને પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પૉસ્ટની કૉમેન્ટ સેક્શનને બ્લૉક કરી દીધી હતી.