નવી દિલ્હીઃ બિહાર ચૂંટણી 2020નું પરિણામ સામે આવી ચૂક્યુ છે. જેડીયુ અને બીજેપીએ મળીને 125 બેઠકો હાંસલ કરી લીધી છે. એટલે ફરી એકવાર બિહારમાં એનડીએ ગઠબંધનની સરકાર બનશે. વળી, કોગ્રેસ, આરજેડી અને અન્ય પક્ષોના ગઠબંધનને 110 બેઠકો મળી છે. મોડી રાત્રે બીજેપીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને પરિણામો અંગે ખુશી વ્યક્ત કરી. બિહાર ચૂંટણી પરિણામ અંગે બૉલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે એક ટ્વીટ કર્યુ છે જે ખુબ વાયરલ થઇ રહ્યું છે.

સ્વરા ભાસ્કરે આમ તો કેટલાય ટ્વીટ કર્યા છે પરંતુ એક ટ્વીટ ખુબ વાયરલ થઇ રહ્યું છે. તેને એક કુતરાની બે તસવીરો શેર કરી, એક તસવીરમાં તે કેમેરાની તરફ જોઇ રહ્યું છે અને બીજી તસવીરમાં તે કેમેરાથી મોંઢુ ફેરવી લે છે. આ તસવીરોને શેર કરતા સ્વરા ભાસ્કરે લખ્યું- બાયેઃ બિહાર ચૂંટણીનું પરિણામ આવ્યુ શું? ધત્ત તેરી કે...



વળી, બીજા એક ટ્વીટમાં તેને એક ન્યૂઝ ચેનલની ખબરનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે. આમાં બતાવવામાં આવ્યુ છે કે નીતિશ કુમાર અને બીજેપી બિહારમાં જીતી ગયા છે, અને આરજેડી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની છે. આ ખબરને લઇને તેમને પુછ્યુ- શું મતોની ગણતરી પુરી થઇ ગઇ? આ ઉપરાંત સ્વરાએ જ્યોત્સના બાનો નામની એક યૂઝરના ટ્વીટને રિટ્વીટ કરતા લફે્ટ પાર્ટીની 16 બેઠકો પર જીતનો આનંદ વ્યક્ત કર્યો છે. લેફ્ટ પાર્ટી બિહારમાં 28 બેઠકો પર ચૂંટણી લડી હતી.