Drugs case: NCBએ અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું, દરોડામાં શું થયું જપ્ત ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Nov 2020 04:53 PM (IST)
ડ્રગ્સ કેસમાં એનસીબીએ અભિનેતા અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલા ડેમેટ્રિએડ્સને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે.
મુંબઈ: ડ્રગ્સ કેસમાં એનસીબીએ અભિનેતા અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલા ડેમેટ્રિએડ્સને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. એક અધિકારીએ તેની જાણકારી આપી છે. તેમણે કહ્યું, અર્જુન રામપાલને 11 નવેમ્બરે રજૂ થવા માટે કહેવામાં આવ્યું છે. દરોડા દરમિયાન ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ જપ્ત કરવામાં આવ્યા છે. અર્જુનની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલાએ બુધવારે એનસીબી સામે રજૂ થવું પડશે. નાર્કોટિક્સ કંન્ટ્રૉલ બ્યૂરો -એનસીબીએ ફરી એકવાર ડ્રગ્સ મામલે સપોટો બોલવવાનુ શરૂ કર્યુ છે, બૉલીવુડ એક્ટર અર્જૂન રામપાલના મુંબઇ સ્થિત ઘરે એનસીબીની ટીમે દરોડા પાડ્યા છે. અભિનેતાના અલગ અલગ ઠેકાણાં પર એનસીબીએ રેડ કરી છે. એક દિવસ પહેલા બૉલીવુડ ડ્રગ્સ કનેક્શન મામલામાં ફિલ્મ પ્રૉડ્યૂસર ફિરોઝ નડિયાદવાલાની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ ફિરોઝ નાડિયાદવાળાને એનસીબીએ સમન્સ મોકલ્યુ છે. આ પહેલા દરોડામાં એનસીબીની ટીમે ફિરોઝના ઘરેથી ડ્રગ્સ જપ્ત કર્યુ હતુ.