મુંબઇઃ ઉત્તરપ્રદેશના કાનપુર પોલીસ હત્યાકાંડના મૉસ્ટ વૉન્ટેડ આરોપી વિકાસ દુબેનું આજે સવારે યુપી પોલીસે એન્કાઉન્ટર કરી દીધુ છે. સુત્રો અનુસાર, વિકાસ દુબે ઉજ્જૈનથી કાનપુર વચ્ચેને રસ્તાં પર પોલીસની કાર પલટી ત્યારે નાસવાની કોશીશ કરી રહ્યો હતો. આ દરમિયાન એન્કાઉન્ટરમાં તે ઠાર મરાયો હતો. આ આખા નાટકીય ઘટનાક્રમ પર સવાલો ઉઠી રહ્યાં છે. બૉલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુએ એક ટ્વીટ કરીને આશ્ચર્ય વ્યક્ત કરતાં આખા ઘટનાક્રમ કટાક્ષ કર્યો છે.


બૉલીવુડ અભિનેત્રીએ આખી ઘટના પર એક ખાસ ટ્વીટ કર્યુ છે, જે કટાક્ષ પણ કહી શકાય. તાપસીએ લખ્યું- વાહ, આવી તો બિલકુલ આશા ન હતી, અને પછી લોકો કહે છે કે બૉલીવુડની સ્ટૉરીઓ સત્યથી બહુજ અલગ હોય છે.



અભિનેત્રીના આ ટ્વીટ પર સોશ્યલ મીડિયા પર લોકો સતત રિએક્શન આપી રહ્યાં છે, વળી કેટલાક લોકો તાપસનીના ટ્વીટ પર સવાલો અને કેટલાક વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે.



વિકાસ દુબેનું એન્કાઉન્ટર
એસટીએફની ટીમ વિકાસ દુબેને મધ્યપ્રદેશના ઉજ્જૈનથી કાનપુર લઇને આવી રહી હતી, રસ્તાં કાર પલટી ગઇ. આ દરમિયાન મોકાનો ફાયદો ઉઠાવીને ગેન્ગસ્ટર વિકાસ દુબે નાસવાની કોશીશમાં લાગ્યો. વિકાસ દુબે પોલીસના હથિયાર છીનવ્યા અને ભાગ્યો ત્યારે પોલીસે જવાબી કાર્યવાહીમાં વિકાસ દુબેનુ એન્કાઉન્ટર કરી દીધુ હતુ. પોલીસ અને વિકાસ દુબે વચ્ચે થયેલા ફાયરિંગમાં આરોપી ગંભીર રીતે ઘાયલ થયો અને બાદમાં તેને હૉસ્પીટલ લવાયો ત્યાં તેને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.



મહાકાલ મંદિરથી પકડાયો હતો આરોપી
હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલ મંદિરમાંથી ગઇકાલે સવારે ઝડપી પાડવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે તેની પાસે સતત પુછપરછ કરી હતી. આ દરમિયાન કેટલાક મોટા ખુલાસો વિકાસ દુબે દ્વારા બહાર આવ્યા હતા. દુબેએ કહ્યું કે તે પોલીસકર્મીઓની હત્યાબાદ તેમની લાશોને સળગાવી દેવા માંગતો હતો, તેના માટે કેરોસીનની પણ વ્યવસ્થા કરી લીધી હતી. વિકાસ દુબેએ એ પણ કહ્યું કે અમને સૂચના મળી હતી કે પોલીસ સવારે આવશે પણ પોલીસ રાત્રે જ રેડ કરવા આવી ગઇ, ડર હતો કે પોલીસ એન્કાઉન્ટર કરી દેશે.

વિકાસ દુબેએ જણાવ્યુ કે સીઓ દેવેન્દ્ર મિશ્ર સાથે તેને ન હતી બનતી, કેટલીય વાર દેવેન્દ્ર મિશ્રએ જોઇ લેવાની ધમકી આપી હતી. વિનય તિવારીએ કહ્યું હતુ કે સીઓ દેવેન્દ્ર મિશ્ર તેની વિરુદ્ધમાં છે. વિકાસ દુબેએ કહ્યું સામેના મકાનમાં સીઓને મારવામાં આવ્યો હતો, મારા સાથીઓએ સીઓને માર્યો હતો, ઘટના બાદ બધા સાથીઓને અલગ અલગ ભાગવાનુ કહ્યું હતુ.