મુંબઈ : એક્ટર જગદીપ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. સૂરમા ભોપાલીનું ગઈકાલે 8 જુલાઈએ મૃત્યુ થયું હતું. ઉંમર સંબંધિત બીમારીને કારણે તેઓ ઘણા સમયથી પથારીવશ હતા. જગદીપને આજે મુંબઈમાં 2.30 વાગ્યે મઝગાંવના ઈરાની સિયા કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. અંતિમ વિદાય સમયે જગદીપના બંને દિકરા જાવેદ જાફરી અને નાવેદ જાફરી અને તેમના પરિવારની નજીકના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


ઉલ્લેખનીય છે કે તમામ રીતિ-રિવાજો બાદ જગદીપના અંતિમ સંસ્કાર સવારે 11 વાગ્યે કરવાના હતા, પરંતુ તેમના પૌત્ર અને જાવેદ જાફરીના દિકરા મીઝાનના ગુજરાતથી મુંબઈ પહોંચવામાં મોડુ થતા સુપુર્દ-એ-ખાક કરવામાં સમય લાગ્યો હતો. મીઝાનન એક ચાર્ટડ ફ્લાઈટથઈ 12.30 મુંબઈ અને આશરે 1.30 વાગ્યે કબ્રસ્તાન પહોંચ્યો અને અંતિમ વિધિની પ્રક્રિયા શરૂ થઈ.

બૉલીવુડના લેજેન્ડરી એક્ટર અને કૉમેડિયન જગદીપનુ 81 વર્ષની ઉંમરે નિધન થયુ હતું. વધતી ઉંમરના કારણે અનેક પ્રકારની તકલીફો સામે એક્ટર ઝઝૂમી રહ્યા હતા, એક્ટરે મોડી રાત્રે મુંબઇ સ્થિત પોતાના ઘરે 8.40 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. જગદીપનુ અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતુ. તેનો જન્મ 29 માર્ચ 1939ના રોજ થયો હતો.

અભિનેતા જગદીપ 400થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા હતા. તેને વર્ષ 1975માં આવેલી સૌથી પૉપ્યૂલર ફિલ્મ શોલેમાં સૂરમા ભોપાલીના પાત્રથી ખુબ લોકપ્રિયતા મળી હતી.