Shilpa Shetty-Urfi Javed: હિન્દી સિનેમાની સુપરસ્ટાર એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ફરી એકવાર ચર્ચામાં આવી છે, આ વખતે તે પોતાના ડ્રેસના કારણે ચર્ચામાં આવી છે. તાજેતરમાં જ તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે એકદમ અતરંગી અને વિચિત્ર ડ્રેસમાં દેખાઇ રહી છે, આ વીડિયોના કારણે સોશ્યલ મીડિયા પર ફેન્સ તેને જબરદસ્ત રીતે ટ્રૉલ કરી રહ્યાં છે. લોકો તેના ડ્રેસને જોઇને તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી રહ્યાં છે. 


શિલ્પા શેટ્ટીએ પહેર્યો અતરંગી ડ્રેસ - 
જાણીતી ફેશન ડિઝાઇનર મનિષ મલ્હોત્રાના બર્થડે બેશમાં શિલ્પા શેટ્ટી પોતાની બહેન શમિતા શેટ્ટી સાથે પહોંચી હતી, આ દરમિયાન તેના કેટલાક ફોટોઝ અને વીડિયો સોશ્યલ મીડિયા પર સામે આવ્યા છે, અને તેના પર લોકો કૉમેન્ટ કરી રહ્યાં છે, કેમ કે આમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અતરંગી ડ્રેસમાં દેખાઇ રહી છે. શિલ્પા શેટ્ટી અને પાર્ટીના આ વીડિયો ઇન્સ્ટન્ટ બૉલીવુડે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી પણ શેર કર્યા છે. જોકે, આ વીડિયોમાં શિલ્પા શેટ્ટીનો ચહેરો દેખાતો નથી, પરંતુ તેની બેક સાઇડ પરથી તે ઓળખાઇ જાય છે. આમાં કેપ્શનમાં પણ લખ્યું છે કે, ઓળખો છો કોણ છે આ એક્ટ્રેસ..






ફેન્સ આ વીડિયો જોયા બાદ જબરદસ્ત રીતે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ટ્રૉલ કરી રહ્યાં છે, આમાં એક્ટ્રેસ ખરેખરમાં વિચિત્ર અને અતરંગી ડ્રેસમાં દેખાઇ રહી છે. 


શિલ્પા શેટ્ટીના આ વીડિયો બાદ એક યૂઝરે કૉમેન્ટમાં લખ્યું-  ઉર્ફી જાવેદની મમ્મી છે, તો બીજા એક યૂઝરે લખ્યુ ઉર્ફી જાવેદ પ્રૉ મેક્સ. એટલું જ નહીં લોકો શિલ્પા શેટ્ટીને આવો ડ્રેસ પહેરવા પર જબરદસ્ત રીતે નિશાને લઇ રહ્યાં છે.