મુંબઇઃ બિગ બૉસ તામિલ-3ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી અભિનેત્રી વનિતા વિજયકુમાર થોડાક દિવસો પહેલા પોતાના લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ અને ફિલ્મ મેકર પીટર પૉલની સાથે પરણી ગઇ હતી, બન્નેએ લૉકડાઉન દરમિયાન એક પ્રાઇવેટ ઇવેન્ટ કરીને લગ્ન કરી લીધા હતા. પરંતુ હવે ફરી એકવાર પોતાના રિલેશનને લઇને વનિતા અને પીટર લાઇમ લાઇટમાં આવી ગયા છે.

ખરેખર, પીટરની પહેલી પત્ની એલિઝાબેથે આરોપ લગાવ્યો હતો કે પીટર અને તેના હજુ સુધી છુટાછેડા નથી થયા, એટલુ જ નહીં તેને એટલે સુધી આરોપ લગાવ્યો કે પીટર દારુડિયો છે, અને વનિતા પહેલા પણ કેટલીય છોકરીઓને જાળમાં ફસાવી ચૂક્યો છે.

વળી, હવે લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર જણાવવામાં આવી રહ્યુ છે કે વનિતા અને પીટર વચ્ચે પણ ઝઘડો થઇ ગયો છે. રિપોર્ટ અનુસાર કહેવાઇ રહ્યું છે કે ગોવામાં તાજેતરમાંજ પીટર અને વનિતાની વચ્ચે જબરદસ્ત લડાઇ અને મારામારી થઇ હતી, અને આ દરમિયાન પીટરે નશામાં આવીને પોતાની પત્ની સાથે ખરાબ વર્તન કર્યુ હતુ.



રિપોર્ટ પ્રમાણે આ પછી વનિતાએ પીટરને માર માર્યો અને પછી તેને પોતાના ઘરમાંથી બહાર કાઢી મુક્યો હતો, જોકે, હજુ સુધી આના પર વનિતા તરફથી કોઇપણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આવ્યુ. પરંતુ રવિન્દ્ર ચંદ્રશેખરને એક ક્રિપ્ટિક પૉસ્ટ દ્વારા આ વાત પર મહોર લગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, ટ્વીટર પર જ્યારે વનિતાને પીટર સાથે છુટાછેડા લેવાયા વિના લગ્ન કરવા અંગે સવાલ કરવામાં આવ્યો તો તે ભડકી ગઇ હતી.