મુંબઈઃ 1970-80ના દાયકાની જાણીતી અભિનેત્રી દીપ્તિ નવલને મનાલીમાં હાર્ટ અટેક આવ્યો હતો. જે બાદ મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં મંગળવારે સવારે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જ્યાં હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ડોક્ટર્સે ન્યૂઝ એજન્સી IANSને જણાવ્યું કે, તેને રવિવારે પહેલો હાર્ટ અટેક આવ્યો હતો, જે બાદ કાર્ડિયાક કેર એમ્બ્યુલન્સમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેની તબિયત સ્થિર છે અને ટૂંક સમયમાં જ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.

શ્યામ બેનેગલ દ્વારા નિર્દેશિત અને 1978માં રિલીઝ થયેલી ફિલ્મ ઝુનુનથી ફિલ્ કરિયરની શરૂઆત કરનારી દીપ્તિ નવલે  અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. તેણે એકબાર ફિર, કમલા, અનકહી, ચશ્મે બદ્દૂર, સાથ સાથ, કિસી સે ન કહના, કથા, રંગ બિરંગી જેવી અનેક ફિલ્મોમાં યાદગાર રોલ કર્યો છે.



છેલ્લે તે લાયન ફિલ્મમાં જોવા મળી હતી. આ ઉપરાંત અપના જહાં, સૌદા, મુક્તિ બંધન, મેરી આવાઝ હી પહેચાન હૈ જેવી સીરિયલોમાં પણ અભિનય કર્યો છે.

મોદીએ સાંજે છ વાગે દેશને સંબોધન કરવાની જાહેરાત કરતાં સોશિયલ મીડિયા પર મીમ્સનું આવ્યું ઘોડાપૂર, જુઓ કેવા મીમ્સ થઈ રહ્યા છે વાયરલ