મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી ઝરીન ખાને સલમાન ખાનને લઇને એક મોટુ નિવેદન આપ્યુ છે. ઝરીન ખાન છેલ્લા કેટલાય સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઇ ગઇ છે. હવે તે ફરીથી ફિલ્મોમાં આવવા કમર કરી રહી છે. ઝરીન ખાને કેટલીક વાતો શેર કરી છે જેમાં તે કહી રહી છે કે હવે મારે સલમાન પર બોજ નથી બનવુ મારે જાતે જ કામ શોધવુ પડશે.

અભિનેત્રી ઝરીને ખાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, મે બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ ત્યારે મને કૈટરીના કૈફ સાથે કમ્પેર કરવામાં આવતી હતી, તે ખરાબ વાત હતી. પરંતુ મે હાર નથી માની. આ પહેલા પણ ઇન્ડસ્ટ્રીમાં પ્રીતિ ઝિન્ટીને અમૃતા સિંહ સાથે કમ્પેર કરવામાં આવતી હતી, અમિષા પટેલને નિલમ સાથે.



ઝરીન ખાને જણાવ્યુ કે, શરૂઆતથી જ મે ઘણીબધી મુશ્કેલીઓ વેઠી હતી. જ્યારે વીરનો સારો રિસ્પૉન્સ ના મળ્યો તો લોકોએ મને જવાબદાર ઠેરવી. તે સમયે હુ નવી હતી, હું લોકો માટે સૉફ્ટ ટાર્ગેટ બની ગઇ હતી. ત્યારબાદ ફિલ્મોમાં કામ મળવાનુ બંધ થઇ ગયુ હતુ.



ઝરીન ખાને કહ્યું કે, સલમાન ખાને મારી લાઇફ બદલી દીધી હતી, પરંતુ લોકો વિચારે છે કે તેના કારણે મને કામ મળી રહ્યું છે. આ ખોટુ છે. સલમાન મને બસ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરાવી, બાદમાં મને મારા કામના કારણે ફિલ્મો મળી હતી. પરંતુ હવે હુ સલમાન ખાન પર બોજ બનવા નથી માંગતી.હુ કામ જાતે જ શોધીશ.



નોંધનીય છે કે, ઝરીન ખાન સૌથી પહેલા સલમાન ખાન સાથે વર્ષ 2010માં ફિલ્મ વીરમાં આવી, આ સાથે તેનુ ડેબ્યૂ થયુ હતુ. બાદમાં તેને હેટ સ્ટૉરી 3 ફિલ્મ ખુબ ચર્ચામાં રહી હતી. જોકે, બાદમાં તે ફિલ્મોમાંથી ગાયબ થઇ ગઇ હતી.