Adipurush Advance Booking: આવનારા દિવસોમાં સાઉથ સુપરસ્ટાર  પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર 'આદિપુરુષ' સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. જે ઝડપે ફિલ્મની ટિકિટો એડવાન્સમાં બુક થઈ રહી છે તે જોઈને લાગે છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરશે.


80 હજારની ટિકિટ વેચાઈ


સૂત્રોને ટાંકીને કોઈમોઈએ લખ્યું છે કે, ફિલ્મના હિન્દી 3D વર્ઝન માટે 80,000 ટિકિટ બુક કરવામાં આવી છે. મતલબ કે આ ફિલ્મે 2.80 કરોડનું કલેક્શન કરી લીધું છે.  હિન્દી 2D વર્ઝન  માટે અત્યાર સુધીમાં 18 લાખ રૂપિયાની ટિકિટ બુક કરવામાં આવી છે. ફિલ્મના તેલુગુ વર્ઝનની વાત કરીએ તો એડવાન્સ બુકિંગથી અત્યાર સુધીમાં 64 લાખ રૂપિયાનું કલેક્શન થઈ ચૂક્યું છે. ફિલ્મની અન્ય ભાષાઓની ટિકિટનું એડવાન્સ બુકિંગ હજુ પણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.




ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે


ઓમ રાઉતની 'આદિપુરુષ' 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. પ્રભાસ, કૃતિ સેનન, સૈફ અલી ખાન સ્ટારર આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ રામાયણ પર આધારિત છે, જેમાં પ્રભાસ ભગવાન રામ, કૃતિ માતા સીતા અને સૈફ રાવણના રોલમાં જોવા મળશે.


આદિપુરુષની કાસ્ટ


આદિપુરુષમાં પ્રભાસ, કૃતિ સેનન, સૈફ અલી ખાન  ઉપરાંત સની સિંહ, વત્સલ સેઠ, સોનલ ચૌહાણ પણ છે. તેનું નિર્માણ ભૂષણ કુમારે કર્યું છે. 500 કરોડના બજેટમાં બનાવવામાં આવ્યું છે.


નિર્માતાઓએ કરી મોટી જાહેરાત 


ચાહકો પહેલેથી જ આદિપુરુષને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ સ્થિતિમાં નિર્માતાઓએ હવે આ ફિલ્મની રિલીઝ પર દરેક થિયેટરમાં ભગવાન હનુમાનજી માટે એક સીટ ખાલી રાખવાની જાહેરાત કરી છે. ચાહકોમાં  આ ફિલ્મ માટે વધુ ઉત્સાહ જોવા મળી શકે છે. મેકર્સ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.


આદિપુરુષ ત્રણ દિવસમાં આટલી કમાણી કરી શકે છે ?


આ ફિલ્મ માટે બોક્સ ઓફિસનો અંદાજ 100 કરોડ રાખવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે આદિપુરુષ ફિલ્મનું માત્ર હિન્દી વર્ઝન જ તેની રિલીઝના 3 દિવસમાં 100 કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ આગાહી સાચી પડે છે કે કેમ!