Prabhas In Adipurush : ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ રિલીઝ થતાની સાથે જ વિવાદમાં સપડાઈ છે. જ્યારે પહેલીવાર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યું હતું. જે બાદ ટ્રેલરમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. જોકે ટ્રેલર લોકોને બહુ ગમ્યું ન હતું, પરંતુ તેમ છતાં દર્શકોને ફિલ્મ પાસેથી અપેક્ષા હતી કે કમ સે કમ ફિલ્મ તેમની અપેક્ષાઓ પર તો ખરી ઉતરશે જ. પરંતુ ફિલ્મમાં મુખ્ય અભિનેતા પ્રભાસને લઈને મેકર્સે ખુલાસો કર્યો છે. 


જ્યારે આ ફિલ્મ 16 જૂને રિલીઝ થઈ ત્યારથી તેના પર ચારેકોરથી આકરા પ્રહારો ચાલુ જ છે. પૌરાણિક ફિલ્મમાં જે પ્રકારના ડાયલોગ્સ અને વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે લોકોને ગળે નથી ઉતરી રહ્યા અને તેના જ પરિણામે સોશિયલ મીડિયાથી લઈને શેરીઓમાં ફિલ્મને લઈને હોબાળો મચેલો છે.


પ્રભાસના રોલને લઈ થયો ખુલાસો


પોતાની બોડી અને 'બાહુબલી'માં અભિનયથી સૌકોઈને દિવાના બનાવનાર પ્રભાસને પણ 'રામ'ના રૂપમાં લોકો પસંદ નથી કરી રહ્યા. પરંતુ ડિરેક્ટરે ખુલાસો કર્યો છે કે શરૂઆતમાં પ્રભાસ પોતે આ રોલ માટે તૈયાર નહોતો. પરંતુ આખરે ઓમ રાઉતે તેને મનાવી લીધો હતો. 




ઓમ રાઉતે કોરોના કાળમાં મારતા વિમાને હૈદરાબાદ પહોંચ્યા અને.... 


ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા ઓમ રાઉતે કહ્યું હતુ કે, 'સાચું કહું તો, તેને સમજાવવું સરળ નહોતું. કારણ કે, રોગચાળા દરમિયાન જ્યારે આપણે સૌ બરાબરના ફસાયા હતાં ત્યારેમેં તેની સાથે ફોન પર વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન તેણે મને પૂછ્યું હતું કે તમે શું ઈચ્છો છો કે હું આ પાત્ર કરું? તો મેં કહ્યું હતું કે, 'તુ આ માટે એકદમ પરફેક્ટ છે? મારો કહેવાનો અર્થ હતો કે, હું ઈચ્છું છું કે તું ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવે. હું ઈચ્છું છું કે, તુ રાઘવની ભૂમિકા ભજવ. તો પ્રભાસે સવાલ કરતા કહ્યું હતું કે,પક્કુ? તો મેં હા કહ્યું હતું. પણ પછી તે વિચારવા લાગ્યો કે આખરે આ કેવી રીતે થશે? ઝૂમ કોલ પર આટલા મોટા સ્ટારને ફિલ્મનું વર્ણન કરવું અશક્ય હતું. તેથી તે જ દિવસે મેં પાઇલોટની વ્યવસ્થા કરી અને મુંબઈથી હૈદરાબાદ જવા નીકળ્યો.


'હું હૈદરાબાદ ગયો હતો અને જ્યારે મેં તેને ફિલ્મ વિશે સંભળાવ્યું ત્યારે તેણે તરત જ હા પાડી દીધી. ત્યારે તે ખૂબ જ ઉત્સાહિત હતો. તે એક એવી વ્યક્તિ છે જેણે હંમેશા મારૂ સમર્થન કર્યું છે અને મારામાં વિશ્વાસ દાખવ્યો છે.