Prabhash On Film Adipurush-2 : ફિલ્મ આદિપુરૂષે રીતસરનો વિવાદનો વંટોળ સર્જ્યો છે. પાત્ર, ફિલ્મમાં બોલવામાં આવેલા ડાયલોગ્સથી લઈને અનેક બાબતોને લઈને આ ફિલ્મની ભારે ટીકા થઈ રહી છે. જેને લઈને પ્રભાસની ફિલ્મ આદિપુરુષ બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ રિલીઝ થયાને 12 દિવસ થઈ ગયા છે. પરંતુ પહેલા વીકએન્ડ સિવાય આદિપુરુષ બોક્સ ઓફિસ પર રોજે રોજ ખરાબ કમાણી કરી રહી છે. 500 કરોડની આ ફિલ્મ હવે તેની કિંમત વસૂલવી મુશ્કેલ બની ગઈ છે. 


 આદિપુરુષ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે.  હજી આદિપુરૂષને લઈને વિવાદ સમવાનો નામ નથી લઈ રહ્યો ને મેકર્સની જાહેરાતે ફરી એકવાર લોકોમાં રોષની લાગણી પેદા કરી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એવા સમાચાર આવ્યા હતા કે, આદિપુરુષનો બીજો ભાગ આવવાનો જઈ રહ્યો છે. જોકે આ વાતને લઈને ફિલ્મ અભિનેતા પ્રભાસે પોતાની પ્રતિક્રિયા આપી છે.


વેબસાઈટ ઈન્ડિયા ગિલ્ટ્ઝના સમાચાર અનુસાર, પ્રભાસે પોતે આદિપુરુષ 2 વિશેની અફવાઓને નકારી કાઢી છે અને તેણે સ્પષ્ટ કહ્યું છે કે, આદિપુરુષ પાર્ટ 2 માટે કોઈ ચાંસ જ નથી. જાહેર છે કે, IMDbએ હાલમાં જ 50 સૌથી ખરાબ બોલિવૂડ ફિલ્મોની યાદી અપડેટ કરી છે. આ યાદીમાં એક અઠવાડિયાની અંદર ફિલ્મ આદિપુરુષે ટોપ 10 સૌથી ખરાબ ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. IMDbની નવી અપડેટ કરેલી યાદીમાં પ્રથમ નંબર રામ ગોપાલ વર્માની આગ છે. બીજા ક્રમે કેઆરકેની ફિલ્મ દેશદ્રોહી, ત્રીજા પર હમશકલ અને ચોથા પર અજય દેવગનની ફિલ્મ હિમ્મતવાલા છે. IMDbની ખરાબ ફિલ્મોની યાદીમાં હિમેશ રેશમિયાની ફિલ્મ કર્ઝ પાંચમા નંબરે છે. જ્યારે મલ્ટિસ્ટારર ફિલ્મ જાની દુશ્મન છઠ્ઠા નંબર પર છે.


આ ઉપરાંત સાતમા નંબરે અભિષેક બચ્ચનની ફિલ્મ દ્રોણ છે. અજય દેવગનની ફિલ્મ રાસ્કલ્સ આઠમી પર છે. નવમા નંબર પર સલમાન ખાનની ફિલ્મ રેસ 3 જ્યારે 10મા નંબર પર આદિપુરુષ સૌથી ખરાબ ફિલ્મ બની છે. ફિલ્મને IMDb 4.4 રેટિંગ આપવામાં આવ્યું છે. 


જાહેર છે કે, 500 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આદિપુરુષને સિનેમાઘરોમાં બતાવવા માટે નિર્માતાઓએ ટિકિટની કિંમત ઘટાડીને 112 રૂપિયા કરી દીધી છે. આમ 150 રૂપિયામાંથી 38 રૂપિયા પણ ઓછા કરવામાં આવ્યા છે. જેથી દર્શકો યેનકેન પ્રકારે પણ પ્રભાસ, કૃતિ સેનન, સની સિંહ, વત્સલ સેઠ, દેવદત્ત નાગે અને સૈફ અલી ખાનની ફિલ્મ જોવા માટે થિયેટરમાં આવે અને ફિલ્મ કમાણી કરે.


https://t.me/abpasmitaofficial