Adipurush Teaser Reaction: પ્રભાસની મચ અવેટેડ ફિલ્મોમાંથી એક આદિપુરુષનું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને ચાહકો પોતાના રિએક્શન આપી રહ્યા છે. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આદિપુરુષનું પ્રથમ ટીઝર રવિવારે સાંજે રિલીઝ કરવામાં આવ્યું હતું. જ્યારે કેટલાકે ફિલ્મના ફર્સ્ટ લુકની પ્રશંસા કરી હતી તો ઘણા લોકો ફિલ્મના CGI (કમ્પ્યુટર-જનરેટેડ ઈમેજરી) અને VFX (વિઝ્યુઅલ ઈફેક્ટ્સ)થી પણ નિરાશ થયા હતા.






દરમિયાન ટ્વિટર પર ઘણા લોકોએ દ્રશ્યો તરફ પણ ધ્યાન દોર્યું છે જે તેમને માર્વેલની એવેન્જર શ્રેણી, ગેમ ઓફ થ્રોન્સ અને અન્ય ઘણી હોલિવૂડ ફિલ્મોની યાદ અપાવે છે. ચાહકો એટલા નિરાશ થયા હતા કે આદિપુરુષ વિશે ટ્વિટર પર disappointed ટ્રેન્ડ કરવા લાગ્યુ હતું. આદિપુરુષ વિશે ટ્વિટર પર ઘણા ટ્રેન્ડ ચાલી રહ્યા છે, જેમાં તે હાલમાં ટોપ પર છે.






એક યુઝરે લખ્યું હતું કે ફિલ્મનું પોસ્ટર પણ કોપી છે. વર્ષો પહેલા રામ ચરણના ચાહકે આ બનાવ્યું હતું. તમે મને કહો કે કયું સારું છે. એકે લખ્યું, 'પ્રથમ રામાયણનો કોઈ મેળ નથી.આદિપુરુષ ટીઝર પર પ્રતિક્રિયા આપતા એક યુઝર્સે ટ્વિટર પર લખ્યું હતું કે આ 30 વર્ષ જૂનું એનિમેટેડ #રામાયણ પણ એનિમેટેડ #Adipurush lmao કરતાં વધુ ફ્રેશ લાગે છે."


બીજાએ લખ્યું હતું કે આદિપુરુષને બદલે દરેકને આ ફિલ્મ જોવાની વિનંતી કરું છું, જાપાનીઓએ પણ ઓમ રાઉત કરતાં વધુ સારી રામાયણ બનાવી. આદિપુરુષ એ સૌથી મોટું કૌભાંડ છે, એનિમે કાર્ટૂન આદિપુરુષ #OmRaut".  અન્ય એક યુઝરે લખ્યું, "જાપાનીઝ એનીમે ફિલ્મ #Ramayan(1994) #AdiPurush કરતાં ઘણી સારી હતી."


રવિવારે ટીઝર રિલીઝ થયું


ઉલ્લેખનીય છે કે આદિપુરુષનું ટીઝર રવિવારે રિલીઝ કરવામાં આવ્યું હતું અને તેને અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ફિલ્મમાં પ્રભાસ રામની ભૂમિકામાં, સૈફ અલી ખાન લંકેશની ભૂમિકામાં, કૃતિ સેનન જાનકી તરીકે અને સની સિંહ લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે. આદિપુરુષ 12 જાન્યુઆરી, 2023ના રોજ IMAX અને 3Dમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.