Adnan Sami Brother Allegation: જાણીતા સિંગર અદનાન સામી ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સિંગરના ભાઈ જુનૈદ સામીએ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે. તેણે માત્ર અદનાનને જુઠ્ઠો જ નહીં પણ તેને લઈને પણ ખુલાસો કર્યો છે કે, તેણે ભારતીય નાગરિકતા કેમ લીધી છે? અદનાન સામીના ભાઈનો મોટો ખુલાસો જુનૈદે તેની લેટેસ્ટ પોસ્ટથી અદનાન સામીના અંગત અને વ્યાવસાયિક જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા છે. અદનાન સામીના જણાવ્યા અનુસાર તેનો જન્મ યુકેમાં થયો હતો. પરંતુ તેના ભાઈની વાત માનીએ તો સિંગરનો જન્મ 15 ઓગસ્ટ 1969ના રોજ રાવલપિંડીમાં થયો હતો. ગાયકને ગણાવ્યો ખોટો જુનૈદ સામીએ દાવો કર્યો હતો કે, તેની માતા પાકિસ્તાની છે અને સરગોધાની છે. જ્યારે અદનને કહ્યું હતું કે, તેની માતાનો જન્મ ભારતમાં થયો હતો જે સંપૂર્ણ રીતે ખોટો છે. આ સિવાય જુનૈદે ગાયક અદનાનના અચાનક વજન ઘટવાની કહાનીને પણ ખોટી ગણાવી અને તેની પાછળનું સમગ્ર સત્ય જણાવ્યું. અદનાન સામીની ડિગ્રી નકલી જુનૈદે લખ્યું હતું કે, અદનાનના ગેસ્ટ્રિક બાયપાસની ફી પણ અમારા પિતાએ ચૂકવી હતી જ્યારે તેમને ફી અંગે શંકા છે. અદનાન પાસે જે ડિગ્રી છે તે પણ ખોટી છે. તેઓ ઈંગ્લેન્ડમાં તેમના અભ્યાસમાં નિષ્ફળ ગયા અને લાહોરથી તેમની ડિગ્રી મેળવી. તે જૂઠું બોલે છે કે, તેની પાસે યુકેમાંથી કાયદાની ડિગ્રી છે, પણ ખરેખર એવું કંઈ છે જ નહી. અદનાન સામીના અંગત જીવન વિશે મોટો ખુલાસો આગળ જુનૈદે અદનાન સામીના અંગત જીવન સાથે જોડાયેલા અનેક ખુલાસા કર્યા હતા. જુનૈદે લખ્યું કે, અદનને તેની બીજી પત્ની સબાહ ગલાદરી સાથે તેના વૈવાહિક સંબંધોની ચર્ચા પણ કરી ન હતી. તેણે દાવો કર્યો હતો કે, અદનાને તેની બીજી પત્ની સાથે પોર્ન ડીવીડી બનાવી હતી. તેણે આ ડીવીડી કોર્ટમાં રજૂ કરી જેથી સમગ્ર ભારત તેને જોઈ શકે. આ વીડિયો સબાના પ્રેમીએ નહીં પણ પોતે બનાવ્યો હતો. આ બધું જુઠ્ઠાણું છે.
Adnan Sami : સિંગર અદનાન સામીએ બીજી પત્નીનો અભદ્ર વીડિયો બનાવ્યો હતો : ભાઈનો જ ખુલાસો
gujarati.abplive.com | 07 Apr 2023 06:07 PM (IST)
જાણીતા સિંગર અદનાન સામી ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સિંગરના ભાઈ જુનૈદ સામીએ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે.
અદનાન સામી