Kareena Kapoor: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓમાંની એક એવી કરીના કપૂરે વર્ષ 2000માં અભિષેક બચ્ચન સાથે ફિલ્મ 'રેફ્યુજી'થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ કંઈ ખાસ ઉકાળી શકી નહોતી, પરંતુ કરીનાને સતત એક પછી એક ઘણી ફિલ્મોની ઓફર કરવામાં આવી હતી. તે દરમિયાન કરીનાએ રિતિક રોશન સાથે ઘણી ફિલ્મો કરી હતી. બંને 'કભી ખુશી કભી ગમ', 'મુઝસે દોસ્તી કરોગે', 'મૈં પ્રેમ કી દીવાની હૂં', 'યાદેં' જેવી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા. લોકોને તેમની કેમેસ્ટ્રી પણ ખૂબ પસંદ આવી હતી.


કરિના અને રિતિકના અફેરની ચર્ચાઓ


તે સમયે એવા સમાચાર આવ્યા હતા કે, કરીના અને રિતિક વચ્ચે અફેર ચાલી રહ્યું છે. કરીના હૃતિક માટે પાગલ બની ગઈ હતી અને પરિણીત હોવા છતાં રિતિકને લઈ કરીનાને અલગ જ ફિલિંગ્સ હતી. મામલો એટલો આગળ વધી ગયો હતો કે, રિતિકના પરિવારે બંને વચ્ચે આવીને તેમને અલગ કરવા પડ્યા હતા.






રિતિકને લઈને કરીનાએ કહ્યું હતું કંઈક ખાસ


તે સમયે હૃતિકે ટેલીચક્કરને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાતોનો ઈન્કાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે, આ બધા અહેવાલોમાં કોઈ જ તથ્ય નથી. મને મારા પોતાના માટે ખરાબ નથી લાગતું પરંતુ તેમના માટે લાગે છે. તે ખૂબ જ સ્વીટ છોકરી છે. મીડિયામાં તેને ખોટું બતાવવામાં આવે છે.


કરીનાએ પણ કરવો પડ્યો હતો ખુલાસો


કરીનાએ આ અંગે ફિલ્મફેરને એક ઈન્ટરવ્યુ પણ આપ્યો હતો અને આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, "ન તો હું કોઈ પરિણીત પુરુષ માટે પાગલ છું અને ન તો મારું કોઈ અફેર છે. તમે પ્રોડ્યુસર્સ, ડાયરેક્ટર્સ અને ડિસ્ટીબ્યૂટર્સને પૂછો કે તેઓ મને અને રિતિકને શા માટે સાઈન કરવા માગે છે. કારણ કે અમે એક હોટ જોડી છીએ.


કરીના કપૂર ખાને 20 વર્ષમાં પ્રથમ વખત આપ્યું ઑડિશન,જાણો કારણ


બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાને હાલમાં જ એક ખુલાસો કર્યો છે. બોલીવૂડમાં બેબો તરીકે જાણીતી કરિનાને અત્યાર સુધી એક પણ ફિલ્મ માટે ક્યારેય ઑડિશન નથી આપવું પડ્યું. કરિનાને આપમેળે જ ફિલ્મોની ઑફર મળે છે. તાજેતરમાં જ કરીનાએ જણાવ્યું કે લાલ સિંહ ચડ્ડા તેના કરિયરની પ્રથમ ફિલ્મ છે કે જેના માટે તેણે ઑડિશન આપવુ પડ્યુ હતું.


એક ઇન્ટરવ્યુમાં કરીનાએ જણાવ્યું કે, લાલ સિંહ ચડ્ડા તેના કરિયરની પહેલી ફિલ્મ છે જેના માટે તેણે ઑડિશન આપ્યુ. આ ઉપરાંત કરીનાને સ્ક્રીનીંગ પ્રોસેસમાંથી પણ પસાર થવુ પડ્યુ. કરીના કપૂર ખાને કહ્યું, લાલ સિંહ ચડ્ડા મારા કરિયરની એકમાત્ર એવી ફિલ્મ છે જેના માટે મે ઑડિશન આપ્યુ છે. કરિનાએ કહ્યું તેણે માત્ર આમિર ખાન માટે આવું કરવું પડ્યું છે. ફિલ્મ લાલ સિંહ ચડ્ડામાં આમિર ખાન મુખ્ય ભૂમિકમાં છે. આ ફિલ્મમાં તેની સામે કરિના કપૂર જોવા મળશે. આ ફિલ્મ આગામી વર્ષે ક્રિસમસ પર રિલિઝ થશે.


https://t.me/abpasmitaofficial