નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારી સામે લડવા અનેક મોટી મોટી હસ્તીઓ મદદ માટે આગળ આવી રહી છે. સાઉથ ઈન્ડસ્ટ્રીની વાત કરવામાં આવે તો એક પછી એક અનેક સેલેબ્સે રાહત કોષમાં મોટી રકમ ડોનેટ કરી છે. ચિરંજીવીના પુત્ર અને સાઉથ સુપરસ્ટાર રામ ચરણે હાલમાં જ 1 કોરોડ 40 લાખ રૂપિયાની મોટી રકમ આપવાની જાહેરાત કરી છે.


રામ ચરણે તેલંગણા સરકાર અને આંધ્રપ્રદેશ સરકારના રાહત કોષમાં 70-70 લાખ રૂપિયા દાન કરવાની જાહેરાત કરી છે. રામ ચરણે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી.

રામ ચરણે લખ્યું કે, “આશા છે કે આ ટ્વીટથી આપને સારુ સ્વાસ્થ્ય મળે. આ મુશ્કિલ સમયમાં ગુરુ પવન કલ્યા પાસેથી મને પ્રેરણા મળી. હું મારી ક્ષમતા અનુસાર સરકારને આ આપત્તી સામે લડવા માટે પોતાનો સહયોગ આપવા માંગુ છું. આપ બધા ઘરે રહો અને સુરક્ષિત રહો.”



આ પહેલા પવન કલ્યાણે ટ્વિટર પર બે ટ્વિટ્સ મારફતે આ જાહેરાતો કરી હતી. તેણે લખ્યું કે, તે વડાપ્રધાન રાહત ફંડમાં એક કરોડ રૂપિયાનું દાન આપશે. જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગણા મુખ્યમંત્રી રાહત ફંડમાં 50-50 લાખ રૂપિયા આપશે. આ સિવાય કમલ હાસન, રજનીકાંત, સૂર્યા, ધનુષ જેવા અનેક સેલેબ્સ મદદ માટે આગળ આવ્યા છે.