નવી દિલ્હીઃ સુશાંત કેસને લઇને હવે રાજનીતિ ગરમાઇ છે, એઇમ્સે સોમવારે કહ્યું કે, મેડિકલ બોર્ડે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત પર પોતાનો રિપોર્ટ સીબીઆઇને સોંપી દીધો છે, અને તેના વિશે કોઇપણ સૂચના સીબીઆઇ પાસેથી લેવામાં આવે. એઇમ્સના અપરાધ વિજ્ઞાન વિભાગના પ્રમુખ ડૉ. સુધીર ગુપ્તાએ ગયા અઠવાડિયે કહ્યું કે મેડિકલ બોર્ડે સુશાંતના મોતના વિષયમાં હત્યાનો ઇનકાર કર્યો છે, અને તેને ફાંસી લગાવીને આત્મહત્યા ગણાવી છે.

સીબીઆઇને આપવામાં આવેલા પોતાના નિર્ણાયક ચિકિત્સા-કાનૂની રાયમાં છે સભ્યોની મેડિકલ ટીમે ઝેર આપવા અને ગળુ દબાવવાના દાવાને ફગાવી દીધો છે, અને ગુપ્તાએ કહ્યું કે, આ ટીમને વિસરામાં ઝેર કે ડ્રગ્સના કોઇ અંશ નથી મળ્યા.

જોકે, સોમવારે એઇમ્સે પોતાના નિવેદનમાં કહ્યુ- નવી દિલ્હીના એઇમ્સના ફૉરેન્સિક મેડિકલ એન્ડ ટૉક્સીકૉલોજી વિભાગના પ્રમુખ ડૉ. સુધીર ગુપ્તાએ એક મેડિકલ બોર્ડ બનાવ્યુ હતુ, કેમકે સીબીઆઇએ તેમને સુશાંત સિંહ રાજપૂતના મોત મામલામાં વિશેષણોનો મત લેવાનો અનુરોધ કર્યો હતો.

એઇમ્સે કહ્યું- મેડિકલ બોર્ડ પોતાની રિપોર્ટ સીધો સીબીઆઇને સોંપી દીધો છે, જે જરૂરી હતો. કાનૂની વિષય હોવાના કારણે મેડિકલ બોર્ડ દ્વારા સોંપવામાં આવેલા રિપોર્ટમાં કોઇપણ જાણકારી સીબીઆઇ પાસેથી લેવાની રહેશે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ