ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું કે, અમને મેડિકલ ડેથ ઇન્વેસ્ટિગેશન માટે જરૂરી જાણકારી જોઇએ, જે અમે મુંબઇની લૉકલ ટીમ દ્વારા કપૂર હૉસ્પીટલ પાસે માંગી છે. સીબીઆઇએ એઇમ્સ પાસે સુશાંતની પૉસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઓટૉપ્સી રિપોર્ટની તપાસ કરતા તેના પર તેમનો મત માંગ્યો હતો.
આ પહેલા ડૉ.સુધીર ગુપ્તાએ થોડાક અઠવાડિયા પહેલા કહ્યું હતુ કે હત્યા હોવાની ઉપરાંત તમામ સંભવિત એન્ગલથી તપાસ કરીશું. અમારી ટીમ સુશાંતના શરીર પર ઇજાની પેટર્નનુ વિશ્લેષણ કરશે, અને પરિસ્થિતિ જન્ય સાક્ષ્યોની સાથે તેને મેચ કરશે.સાથે જ એન્ટી ડિપ્રેસેન્ટ રાજપૂતને આપવામાં આવ્યા હતા, તેનુ પણ વિશ્લેષણ એઇમ્સની લેબમાં કરવામાં આવશે.
નોંધનીય છે કે, અભિનેતા સુશાંત સિંહના મોત બાદ આ કેસને મુંબઇ પોલીસ તપાસી રહી હતી, હવે સુપ્રીમ કોર્ટના આદેશ આ બાદ આ કેસને કેન્દ્રની સીબીઆઇ ટીમ હેન્ડલ કરી રહી છે, સીબીઆઇ ટીમ છેલ્લા કેટલાક દિવસોથી મુંબઇમાં છે અને સુશાંત કેસ સાથે જોડાયેલા તમામ લોકોની પુછપરછ કરી રહી છે.