મુંબઇઃ સૌથી મોટા એવોર્ડ શો IIFA 2022 માં અનેક બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. આ વખતે આઈફા એવોર્ડ અબુ ધાબીમાં યોજાયો હતો. એવોર્ડ શોમાં બોલિવૂડની અનેક એક્ટર્સ શાનદાર લૂકમાં પહોંચી હતી. આ ઈવેન્ટમાં બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય પણ તેના પતિ અભિષેક બચ્ચન સાથે પહોંચી હતી. જોકે યુઝર્સને ઐશ્વર્યાનો લૂક પસંદ આવ્યો નહોતો અને તેને ટ્રોલ કરી હતી.


ઐશ્વર્યા તેના લુક માટે ફરી ટ્રોલ થઈ


આઈફા એવોર્ડ 2022નો ઐશ્વર્યા અને અભિષેકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આઈફા 2022 એવોર્ડ સેરેમનીમાં ઐશ્વર્યા બ્લેક ડ્રેસ પહેરીને પહોંચી હતી. પરંતુ યૂઝર્સને એક્ટ્રેસનો લુક બિલકુલ પસંદ નથી આવી રહ્યો. ઘણા લોકો ઐશ્વર્યાને તેના લુક માટે ટ્રોલ કરી રહ્યા છે.


ઐશ્વર્યાને શું કહી રહ્યા છે યુઝર્સ?


ઘણા યુઝર્સ ઐશ્વર્યાને યાદ અપાવી રહ્યા છે કે આ ઈફ્તાર પાર્ટી નથી પણ આઇફા છે. યુઝર્સે એક્ટ્રેસના લુકનો ડરામણો ગણાવ્યો હતો. એક યુઝરે લખ્યું- ખરાબ ડ્રેસ, ડરામણી હેરસ્ટાઇલ. દરેક વખતે સમાન દેખાવ. અન્ય યુઝરે લખ્યું- આ ઈફ્તાર 2022 નથી પરંતુ આઈફા એવોર્ડ 2022 છે.


નરેશ પટેલે હાર્દિક પટેલના ‘અસામાજિક તત્વો’ વાળા નિવેદનને વખોડ્યું, જાણો શું કહ્યું


BHARUCH : ભાજપમાં જોડાયાના કલાકોમાં જ પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલ આપેલા એક નિવેદનને લઈને પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે. એક પત્રકાર દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ દેતા સમયે હાર્દિક પટેલ હડબડીમાં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા તોફાનોના યુવાનોને અસામાજિક તત્વો કહી દીધા હતા. હાર્દિક પટેલના આ નિવેદન બાદ લગભગ મોટા ભાગના પાટીદાર નેતાઓએ હાર્દિક પટેલની ઝાટકણી કાઢી હતી. અને હવે ખોડલધામ પ્રમુખ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલે પણ હાર્દિક પટેલના આ નિવેદનને વખોડ્યું છે. 


ભરૂચના જંબુસર તાલુકાના છીદ્રા ગામે માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં નરેશ પટેલે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા નરેશ પટેલે હાર્દિક પટેલના અસામાજિક તત્વો વાળા નિવેદનને વખોડ્યું હતું અને કહ્યું હતું કે આ નિવેદન એ હાર્દિક પટેલની મોટી ભૂલ છે. હાર્દિકે  ભાજપમાં જોડાતા જ આંદોલનકારીઓને અસામાજિક તત્વો કહ્યા એ હાર્દિક પટેલની મોટી ભૂલ છે.


નરેશ પટેલે હાર્દિક પટેલના ‘અસામાજિક તત્વો’ વાળા નિવેદનને વખોડ્યું, જાણો શું કહ્યું


Electric Tractor: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, દેશમાં જલ્દી જ લોન્ચ થશે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અને ઇલેક્ટ્રિક ટ્રક


શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તો સાથે છેતરપીંડીની ફરિયાદ, જાણો કોણ કરે છે માતાના મંદિરમાં માઇભક્તો સાથે છેતરપિંડી