અભિનેતા અજય દેવગન ફરી એકવાર ઈનકમ ટેક્સ ઓફિસરના રોલમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા આવી રહ્યો છે. લાંબી રાહ જોયા બાદ અને તારીખોમાં ઘણા ફેરફારો બાદ હવે અજય દેવગનની 2018માં આવેલી ફિલ્મ 'રેડ'ની સિક્વલ 'રેડ 2' રિલીઝ માટે તૈયાર છે. અજય દેવગણે આજે ફિલ્મની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી છે.


અજય દેવગને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી 


અભિનેતા અજય દેવગને તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ 'રેડ 2'નું નવું પોસ્ટર શેર કર્યું છે અને ફિલ્મની નવી રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. પોસ્ટર રીલિઝ કરતા અજયે તેના કેપ્શનમાં લખ્યું, "નવું શહેર, નવી ફાઇલ અને અમય પટનાયકની નવી રેઇડ. 'રેડ 2' 1 મેથી તમારી નજીકના સિનેમાઘરોમાં આવશે."






રિતેશ દેશમુખ અને વાણી કપૂર પણ જોવા મળશે


ફિલ્મ 'રેડ 2'માં અજય દેવગન ઉપરાંત રિતેશ દેશમુખ, વાણી કપૂર અને સૌરભ શુક્લા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર ગુપ્તા કરશે.


આ ફિલ્મની રિલીઝ ડેટ ઘણી વખત આગળ ધપાવવામાં આવી છે


'રેડ 2'ની રિલીઝ માટે પહેલા ઘણી તારીખો આપવામાં આવી હતી, શરૂઆતમાં આ ફિલ્મ 15 નવેમ્બર 2024ના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ પછી તેની રિલીઝ 21 ફેબ્રુઆરી 2025 સુધી મુલતવી રાખવામાં આવી હતી. જો કે તે પછી પણ ફિલ્મ રિલીઝ થઈ શકી ન હતી. હવે ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ દિલ્હી અને લખનઉમાં થયું છે.


ફિલ્મ 'રેડ' એક સત્ય ઘટના પર આધારિત હતી


'રેડ 2' 2018માં આવેલી ફિલ્મ 'રેડ'ની સિક્વલ છે. ફિલ્મ 'રેડ' 1980માં યુપીમાં બાહુબલીના ઘર પર પડેલા દરોડાની સ્ટોરી પર આધારિત હતી. આ રેડ ઘણા દિવસો સુધી ચાલી  હતી, જેને ભારતીય ઈતિહાસની સૌથી લાંબી  રેડ માનવામાં આવે છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર દર્શકોને પસંદ પડી હતી. 'રેડ'માં અજય દેવગન સાથે ઇલિયાના ડીક્રુઝ અને સૌરભ શુક્લા જેવા કલાકારો જોવા મળ્યા હતા.