મુંબઇઃ બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર અને કરિના કપૂરની ફિલ્મ 'ગુડ ન્યૂઝ'એ રિલીઝ થયા જ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મએ સાતમા દિવસે પણ અધધધ કમાણી કરી લીધી છે. ફિલ્મ દર્શકોને ખુબ પસંદ આવી રહી છે.
'ગુડ ન્યૂઝ'એ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવતા સલમાન ખાનની ફિલ્મ 'દબંગ 3'ને પણ પાછળ પાડી દીધી છે. બૉક્સ ઓફિસ પર 'ગુડ ન્યૂઝ'ના પ્રદર્શનને જોતા અનુમાન લગાવી શકાય કે ફિલ્મએ છેલ્લા દિવસે 15 થી 16 કરોડની કમાણી કરી હશે, જેની સાથે કહી શકાય છે કે, ફિલ્મ 'ગુડ ન્યૂઝ'એ 132 કરોડ રૂપિયાની કલેક્શન કર્યુ હશે. જોકે આની સત્તાવાર માહિતી મળી નથી.
ફિલ્મ 'ગુડ ન્યૂઝ' અભિનેતા અક્ષય કુમાર માટે ગુડ ન્યૂઝ સાબિત થતી દેખાઇ રહી છે. વર્ષ 2019માં 'ગુડ ન્યૂઝ' અક્ષય કુમારની ચોથી સૌથી હિટ ફિલ્મ બની ગઇ છે. ફિલ્મએ રિલીઝના પહેલા જ દિવસે 18 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે સાતમા દિવસે કમાણીનો આંકડો 15 થી 16 કરોડ રૂપિયાનો મનાઇ રહ્યો છે.
સલમાન ખાનની દબંગ 3એ પહેલા મંગળવારે 15.27 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વળી અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ 'ગુડ ન્યૂઝ'એ બૉક્સ ઓફિસ પર 15.50 કરોડ રૂપિયાની કરી હતી. આ સાથે જ દબંગ 3ને 'ગુડ ન્યૂઝ'એ પાછળ પાડી દીધી હતી.
‘ગુડ ન્યૂઝ’ ફિલ્મમાં એક્ટિંગની વાત કરીએ તો અક્ષય કુમારે વરુણનુ કેરેક્ટર ખુબ સરસ રીતે નિભાવ્યુ છે, સાથે કરિના કપૂરે પણ શાનદાર રીતે સાથ આપ્યો છે. બન્ને કપલ ફિલ્મમાં ખુબ એક્ટિંગ કરી રહ્યાં છે. સાથે દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણીએ પણ સ્ક્રીન પર મજેદાર એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા છે. ફિલ્મમાં ઘણા એવા ડાયલૉગ છે જે દર્શકોને ખુબ પસંદ આવી રહ્યાં છે.
અક્ષય-કરિનાની ફિલ્મ 'ગુડ ન્યૂઝ' બૉક્સ ઓફિસ પર ધમાલ, સાતમા દિવસે કરી આટલા કરોડની કમાણી
abpasmita.in
Updated at:
03 Jan 2020 09:02 AM (IST)
સલમાન ખાનની દબંગ 3એ પહેલા મંગળવારે 15.27 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વળી અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ 'ગુડ ન્યૂઝ'એ બૉક્સ ઓફિસ પર 15.50 કરોડ રૂપિયાની કરી હતી. આ સાથે જ દબંગ 3ને 'ગુડ ન્યૂઝ'એ પાછળ પાડી દીધી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -