મુંબઇઃ કૉવિડ-19થી નિપટવા માટે બૉલીવુડ અભિનેતા અક્ષય કુમારે ફેન્સને એક ખાસ સલાહ આપી છે, જે હાલ ખુબ વયારલ થઇ રહી છે. અક્ષયે ઇન્સ્ટાગ્રામ પર એક જુની તસવીર શેર કરી છે, જેમાં કેટલીક તસવીર સલાહ આપી છે, અક્ષય કુમાર ખુરશી પર બેઠેલો જોવા મળે છે.

આ તસવીરની સાથે હાલની સ્થિતિ તરફ ઇશારો કરતા તેમને લખ્યું- ક્યારેક ક્યારેક આમ જ બેસી રહેવુ બરાબર છે, આ સમય પણ ચાલ્યો જશે. તેને પોતાની આ તસવીરને ઇન્સ્ટાગ્રામ પર પોતાની પ્રૉફાઇલ પિક્ચર બનાવી છે.



તસવીરમાં અક્ષય કુમાર ટ્રાઉઝર, ગુલબી રંગની ટી-શર્ટ અને બ્લૂ શૂઝ પહેરીને ખુરશી પર બેસેલો દેખાઇ રહ્યો છે, આની સાથે તેને ચશ્મા પણ પહેર્યા છે.



આ પહેલા કોરોના સામેના જંગમાં લડવા માટે અક્ષય કુમાર પીએમ કેયર્સ ફંડમાં 25 કરોડ રૂપિયાનુ દાન કર્યુ છે. ઉપરાંત મુંબઇ પોલીસને પણ બે કરોડની મદદ કરી છે.