Mission Raniganj Box Office Collection Day 1: અક્ષય કુમારની વર્ષ 2023ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'મિશન રાણીગંજ ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ શ્રેષ્ઠ છે. આ ફિલ્મમાં અક્ષય કુમારે રિયલ લાઈફ હીરો જસવંત ગિલની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા અક્ષયની પત્નીના રોલમાં જોવા મળી રહી છે. ફિલ્મની શરૂઆત એકદમ શાનદાર લાગી રહી છે. ચાલો જાણીએ કે 'મિશન રાણીગંજ'એ રિલીઝના પહેલા દિવસે કેટલું કલેક્શન કર્યું છે?


'મિશન રાણીગંજ'ની શરૂઆતના દિવસની કમાણી કેટલી હતી?
ફિલ્મ ‘મિશન રાણીગંજ’ની શરૂઆત એકદમ સુસ્ત લાગી રહી છે. 'મિશન રાણીગંજ'ની પહેલા દિવસની કમાણીનો અંદાજિત આંકડો આવી ગયો છે. સેકનિલ્કના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'મિશન રાણીગંજ' રિલીઝના પહેલા દિવસે 3.50 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે.



'મિશન રાણીગંજ'ની શરૂઆતના દિવસની કમાણી નિરાશ કરનારી
55 કરોડના બજેટથી બનેલી 'મિશન રાણીગંજ'ની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી છે. અક્ષયની અગાઉની રિલીઝ થયેલી ફિલ્મ 'OMG 2' વિશે વાત કરીએ તો, ખિલાડી કુમારની આ ફિલ્મ વર્ષ 2023ની સુપર-ડુપર હિટ ફિલ્મોમાં સામેલ છે. તેની બોક્સ ઓફિસ પર 10.26 કરોડ રૂપિયા સાથે બમ્પર ઓપનિંગ રહી હતી. જ્યારે OMG 2 એ વિશ્વભરમાં રૂ. 221.25 કરોડ એકત્ર કર્યા હતા.


શું 'મિશન રાણીગંજ' અક્ષયની ડૂબતી કરિયરને બચાવી શકશે?
આ પહેલા 2021માં અક્ષય કુમારની છેલ્લી હિટ ફિલ્મ રોહિત શેટ્ટીની 'સૂર્યવંશી' હતી. OMG 2 પહેલા, અભિનેતાની આઠ ફિલ્મો ફ્લોપ રહી હતી. જેમાં અતરંગી રે, કઠપુતલી, બચ્ચન પાંડે, રક્ષાબંધન, સેલ્ફી, રામ સેતુ, સમ્રાટ પૃથ્વીરાજ અને બેલ બોટમનો સમાવેશ થાય છે. જ્યાં બચ્ચન પાંડે ફ્લોપ રહી, તો બેલ બોટમ ડિઝાસ્ટર સાબિત થઈ. રક્ષાબંધન અને સમ્રાટ પૃથ્વીરાજ બંનેએ બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શન કર્યું હતું. રામ સેતુના નિર્માણમાં રૂ. 50 કરોડનો ખર્ચ થયો અને તેનાથી માંડ રૂ. 64 કરોડની આવક થઈ.


 






જ્યારે OMG 2 પહેલા અક્ષયની ફિલ્મ 'સેલ્ફી' એ વિશ્વભરમાં માત્ર 24.6 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને તે અક્ષય કુમારની સૌથી મોટી ફ્લોપ હતી. હવે આવી સ્થિતિમાં ‘મિશન રાનીગંજ’ એ પણ પહેલા દિવસે કોઈ ખાસ દેખાવ કર્યો નથી. હવે જોવાનું એ રહે છે કે ફિલ્મ વીકેન્ડ પર કેટલું કલેક્શન કરી શકે છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે તે અક્ષય કુમારની કારકિર્દીની નૌકાને પાર કરાવી શકશે કે પછી તે ખિલાડી કુમારને નિરાશ કરશે તે જોવાનું રહ્યું.