Army Day પર સેનાના જવાનો સાથે Akshay Kumar વોલીબોલ રમ્યો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Jan 2021 09:07 PM (IST)
ભારતીય સેના શુક્રવારે પોતાનો 73મો આર્મી દિવસ ઉજવી રહી છે. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પણ આર્મી ડેની ઉજવણી કરી હતી.
અક્ષય કુમાર ફાઈલ તસવીર
નવી દિલ્હી : ભારતીય સેના શુક્રવારે પોતાનો 73મો આર્મી દિવસ ઉજવી રહી છે. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પણ આર્મી ડેની ઉજવણી કરી હતી. અક્ષય કુમારે આર્મી સૈનિકો સાથે થોડો સમય પસાર કરીને ઉજવણી કરી હતી. આ દરમિયાન તે જવાનો સાથે વોલીબોલ પણ રમ્યો હતો. અક્ષય કુમારે આ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે, જેમાં તે જવાનો સાથે વોલીબોલ રમતો જોવા મળી રહ્યો છે. અક્ષયનો આ વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લાઈક્સ મળી ચૂક્યા છે. અક્ષય કુમારે આ વીડિયોને ટ્વિટર પર શેર કરતાં લખ્યું કે, આર્મી દિવસના પ્રસંગે, આજે મેરેથોન શરૂ કરવા માટે આપણા દેશના કેટલાક બહાદુર યોદ્ધાઓને મળવાની તક મળી. વોલીબોલ રમવા કરતા બીજુ શું સારું સારું હોઈ શકે." 2020માં અક્ષય કુમાર ફિલ્મ લક્ષ્મીમાં જોવા મળ્યા હતા જે પોતાના ટાઈટલના કારણે વિવાદમાં આવી હતી. આ સિવાય ગત વર્ષે ડિસેમ્બરમાં અક્ષય ફિલ્મ અતરંગીના શૂટિંગમાં વ્યસ્ત હતા. આ ફિલ્મમાં સારા અલી ખાન લીડ રોલમાં છે.