મુંબઈ: વિદ્યા બાલનની શોર્ટ ફિલ્મ 'નટખટ' એકેડમી અવોર્ડ્સ (ઓસ્કર) 2021ની રેસમાં સામેલ થઇ ગઈ છે. જેને લઈને વિદ્યાએ ખુશી વ્યક્ત કરી છે. વિદ્યા બાલને કહ્યું કે, ગત વર્ષ ખૂબજ ખરાબ રહ્યું. એમાં અમારી ફિલ્મનું ઑસ્કાર માટે ક્લાવિફાઈર કરવું ખૂબજ ખુશીની વાત છે. આ ફિલ્મ મારા દિલની સૌથી નજીક છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યા આ ફિલ્મમાં એક્ટ્રેસ હોવાની સાથે સાથે તેની નિર્માતા પણ છે. 33 મિનિટની આ ફિલ્મની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
ફિલ્મ ‘નટખટ’ની અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહોમાં વર્ચ્યુઅલી સ્ક્રીનિંગ કરવામાં આવી ચુક્યું છે. બેસ્ટ ઓફ ઈન્ડિયા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં નટખટ વિજેતા જાહેર કરવામાં આવી હતી. તેની સાથે આ ફિલ્મ જર્મન સ્ટાર ઓફ ઈન્ડિયા એવોર્ડ પણ જીતી ચુકી છે. સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓરલેન્ડો અને મેલબર્નમાં ઈન્ડિન ફિલ્મ ફેસ્ટિવલ જેવા મોટા મંચો પર આ ફિલ્મ દર્શાવામાં આવી હતી.


શું છે ફિલ્મમાં કહાની

નટખટ ફિલ્મમાં વિદ્યા બાલને એક ગૃહિણીની ભૂમિકા ભજવી છે. જે ઘરમાં તે રહે છે ત્યાં માત્ર પુરુષોની વાત માનવામાં આવે છે. વિદ્યાનું ધ્યાન પોતાના દીકરા પર જાય છે જે પિતૃસત્તાત્મક વિચાર પર ચાલવા લાગે છે. પરિવારના બીજા પુરુષોની જેમ મહિલાઓને દુરાચાર અને અપમાનની ભાવનાથી જુએ છે.