અક્ષય કુમારની ફિલ્મ 'બેલ બોટમ' આ તારીખે રિલીઝ કરવામાં આવશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Feb 2021 09:28 PM (IST)
અક્ષય કુમારની આ ફિલ્મ 1980ના દાયકા પર આધારિત છે. આ પહેલા ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.
તસવીર ટ્વિટર
મુંબઈ: બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ મે મહિનામાં રિલીઝ કરવામાં આવશે. અક્ષય કુમારના ફેન્સ આ ફિલ્મની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ 28 મેના દિવસે રિલીઝ કરવામાં આવશે. અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ રણજિત તિવારની નિર્દેશનમાં બની છે. આ ફિલ્મને 28મેના દિવસે રિલીઝ કરવામાં આવશે. અક્ષય કુમારની સાથે આ ફિલ્મમાં લારા દત્તા, આદિલ હુસૈન, હુમા કુરેશી અને વાણી કપૂર જોવા મળશે. અક્ષય કુમારની આ ફિલ્મ 1980ના દાયકા પર આધારિત છે. આ પહેલા ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.