મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારની પોતાની આગામી ફિલ્મ માટે એકદમ તૈયાર છે. આજે તેની અપકમિંગ ફિલ્મ બચ્ચન પાંડેનુ ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. અક્ષય કુમાર, કૃતિ સેનન અને જેકલિન ફર્નાન્ડિઝ સ્ટારર ફિલ્મ બચ્ચનુ પાંડેનુ આજે ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. આ ટ્રેલરમાં અક્ષય કુમારો લૂક એકદમ અલગ જ છે અને તેના નવો લૂક ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. 


ફિલ્મ મેકરના જન્મદિવસે જ ટ્રેલર રિલીઝ
ઉલ્લેખનીય છે કે, બચ્ચન પાંડેના ફિલ્મ નિર્માતા સાજિદ નાડિયાદવાલાનો આજે જન્મદિવસ છે, અને આ જન્મદિવસના પ્રસંગે જ અપકમિંગ ફિલ્મ બચ્ચન પાંડેનુ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે. બચ્ચન પાંડેનું ટ્રેલર તેના સોશિયલ મીડિયા પર શેર કરતાં અક્ષય કુમારે લખ્યું, ધૂમ ધડકા રંગ પતાખા, આઓ બના લો ટોલી આ વખતે અમે #BachchhanPaandey લાવી રહ્યા છીએ. હોળી પે ગોળી!!



અક્ષયે પહેલા શેર કર્યુ હતુ પૉસ્ટ-
ખાસ વાત છે કે, ટ્રેલર રિલીઝના થોડા કલાકો પહેલા સુપરસ્ટાર અક્ષય કુમારે બચ્ચન પાંડે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું. અક્ષય જેકલીન સાથે દેખાઇ રહ્યો હતો. પોસ્ટરમાં જેકલીન અને અક્ષય રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહ્યા છે. આ પૉસ્ટને શેર કરતા અક્ષયે ઇન્સ્ટા પર લખ્યું હતુ કે-  ‘બે અલગ-અલગ લોકો, એક જમીન અને બીજું આકાશ, જ્યારે તે એક બનશે ત્યારે શું થશે?’ 


આ પણ વાંચો- 


Ukraine-Russia Tension: યૂક્રેન-રશિયાની વચ્ચે વધ્યો તણાવ, અમેરિકાએ કહ્યું- જલદી થશે હુમલો, ભારત પર પડશે આવી અસરો


Price Hike: લોકો પર મોંઘવારીનો વધુ એક માર, હવે નહાવુ-કપડાં ધોવાનુ થયુ મોંઘુ, જાણો કોના ભાવમાં કેટલો થયો વધારો..........


શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત, સોમવારથી રાજ્યની તમામ શાળા-કોલેજોમાં શરૂ થશે સંપૂર્ણ ઓફલાઇન શિક્ષણ


DRDO Recruitment 2022: DRDOમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી


Government Jobs: સરકારી નોકરીની સુવર્ણ તક, આ સરકારી વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી બહાર પડી


Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 હજાર 920 કેસ નોંધાયા, 492 લોકોના મોત