બોલિવૂડ એક્ટર અક્ષય કુમારના ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. એક્ટર અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. અક્ષય કુમારે પોતે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા ચાહકોને આ જાણકારી આપી હતી. અક્ષય કુમાર કોરોના પોઝિટિવ હોવાના કારણે આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ભાગ લઇ શકશે નહીં.






અક્ષયે ટ્વીટ કર્યું


અક્ષય કુમારે ટ્વિટ કરીને લખ્યું, "હું ઇન્ડિયન પવેલિયન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં મારા સિનેમાને આગળ વધારવા માટે ખૂબ જ ઉત્સુક હતો, પરંતુ હું હવે તે કરી શકીશ નહીં, કારણ કે હું કોરોના પોઝિટિવ આવ્યો છું. હું આરામ કરીશ. અનુરાગ ઠાકુર તમને  અને તમારી ટીમને શુભેચ્છાઓ.


આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અનેક રીતે ભારતનું નામ રોશન કરશે. આ પ્રખ્યાત ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમ વખત ભારતને 'કન્ટ્રી ઓફ ઓનર'નું સન્માન આપવામાં આવી રહ્યું છે. આ વખતે ભારતીય કલા સંસ્કૃતિની ઝલક પણ અહીં જોવા મળશે. આ ફિલ્મ ફેસ્ટિવલના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ દેશને (કન્ટ્રી ઓફ ઓનર)નું સત્તાવાર સન્માન મળી રહ્યું છે અને આ સન્માન ભારતને મળ્યું છે. આ સન્માન એવા સમયે મળી રહ્યું છે જ્યારે ફ્રાન્સ અને ભારત તેમના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ વખતે આર.માધવનની ફિલ્મ રાકેટરીને પ્રતિષ્ઠિત ફેસ્ટિવલના 'વર્લ્ડ પ્રીમિયર'માં બતાવવા માટે પસંદ કરવામાં આવી છે.


એ.આર. રહેમાન, શેખર કપૂર, રિકી કેજ કૉન્સ રેડ કાર્પેટ પર ચાલનારી હસ્તીઓમાં સામેલ થશે. 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ ઇવેન્ટ ભારતીય પ્રેક્ષકો માટે એક ભવ્ય ઇવેન્ટ હશે કારણ કે 17 મેના રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ના પ્રથમ દિવસે ભારતીય પ્રતિનિધિમંડળના ભાગ રૂપે દેશભરના ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની હસ્તીઓ રેડ કાર્પેટ પર ચાલશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર કાન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.