Khel Khel Mein OTT Release Date: અક્ષય કુમાર તેની અગાઉની ઘણી ફિલ્મોમાં અલગ-અલગ ભૂમિકામાં જોવા મળ્યો છે. 'ખેલ ખેલ મેં' દ્વારા અભિનેતાએ લાંબા સમય બાદ કૉમેડી જૉનરમાં પુનરાગમન કર્યું હતું. મુદસ્સર અઝીઝ દ્વારા દિગ્દર્શિત, 15 ઓગસ્ટ, 2024ના રોજ શ્રદ્ધા કપૂર-રાજકુમાર રાવની 'સ્ત્રી 2' અને જ્હૉન અબ્રાહમ-શરવરી વાઘની 'વેદા' સાથે કૉમેડી એન્ટરટેઈનરની ક્લેશ કર્યુ હતુ.
ફિલ્મને મોટાભાગે હકારાત્મક સમીક્ષાઓ મળી હતી પરંતુ અક્ષય કુમાર અભિનીત ફિલ્મને સ્ત્રી 2 ના ભારે ક્રેઝનો ભોગ બનવું પડ્યું હતું અને પ્રેક્ષકોને થિયેટરોમાં ખેંચવામાં નિષ્ફળ રહી હતી.
જો તમે સિનેમાઘરોમાં ફિલ્મ જોવાનું ચૂકી ગયા હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. ખરેખર 'ખેલ ખેલ મેં' હવે તેના OTT પ્રીમિયર માટે તૈયાર છે. ચાલો જાણીએ કે આ ફિલ્મ OTT પર ક્યારે અને ક્યાં રિલીઝ થશે?
ઓટીટી પર ક્યારે અને ક્યાં રિલીઝ થશે 'ખેલ ખેલ મેં'
તેની થિયેટર રિલીઝના એક મહિનાથી વધુ સમય પછી હવે અક્ષય કુમાર સ્ટારર 'ખેલ ખેલ મેં' તેના ડિજિટલ ડેબ્યૂ માટે તૈયાર છે. તમે 10 ઓક્ટોબરથી OTT પ્લેટફોર્મ Netflix પર ફિલ્મ 'ખેલ ખેલ મેં' જોઈ શકો છો.
નેટફ્લિક્સે સોશ્યલ મીડિયા દ્વારા એનાઉન્સમેન્ટ કર્યુ છે
'ખેલ ખેલ મેં' સ્ટાર કાસ્ટ અને પ્લૉટ
'ખેલ ખેલ મેં' એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને વાણી કપૂર ઉપરાંત તાપસી પન્નુ, એમી વિર્ક, પ્રજ્ઞા જાયસ્વાલ અને ફરદીન ખાને મહત્વની ભૂમિકા ભજવી છે.
આ ફિલ્મ મિત્રોના એક જૂથની આસપાસ ફરે છે જે લાંબા સમય પછી ફરી એક થાય છે. આ દરમિયાન તેઓ બધા એક રમત રમવાનું નક્કી કરે છે જેમાં કોઈપણ વ્યક્તિના કૉલ અથવા મેસેજને અટેન્ડ કરી શકે છે. પછી તે બધાના કેટલાક રહસ્યો ખુલે છે જેના પછી ઘણી મૂંઝવણ થાય છે.
આ પણ વાંચો
Namrata Malla PHOTO: નમ્રતા મલ્લાએ ફરી બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું