કહેવાય છે કે જો કોઈ સ્ત્રીને સૌથી વધુ સુરક્ષિત લાગે છે તો તે તેનું પોતાનું ઘર છે. પરંતુ જો ઘરની કોઈ વ્યક્તિ તમને ગુપ્ત રીતે જોઈ રહી હોય તો તમને કેવું લાગશે? બોલિવૂડની એક્ટ્રેસ આલિયા ભટ્ટ સાથે પણ કંઈક આવું જ થયું છે. આલિયા ભટ્ટ તેના લિવિંગ રૂમમાં બેઠી હતી. તે દરમિયાન બે અજાણ્યા શખ્સોએ તેના ઘરની બાજુની બિલ્ડિંગમાંથી વીડિયો શૂટ કર્યો હતો. આલિયાને લાગ્યું કે કદાચ કોઈ તેનો વીડિયો ઉતારી રહ્યું છે. બાદમાં આલિયાએ બંન્નેને પકડી લીધા હતા.






વિલંબ કર્યા વિના આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે આ બાબતે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.  આલિયાએ કેપ્શન સાથે તેના પોતાના બે ફોટો શેર કર્યા હતા. આલિયાએ લખ્યું કે "શું તમે મારી મજાક કરી રહ્યા છો? મારા લિવિંગ રૂમમાં બેસીને મને લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે. મેં જોયું કે બે લોકો એક બાજુની બિલ્ડિંગમાંથી મારો ફોટો પાડી રહ્યા હતા. શું કોઈને આ સરળતાથી કરવાની પરવાનગી મળી શકે છે? શું આ કોઇ વ્યક્તિની પ્રાઇવેસી ભંગ કરવા જેવુ નથી? એક લાઈન છે જેને તમે ઓળંગી શકતા નથી. તમે બધી લાઇન ઓળંગી છે. મુંબઈ પોલીસ મદદ કરે."






આ ઘટનાને લઇને બોલિવૂડના અનેક સ્ટાર્સે આલિયાના સપોર્ટમાં આવ્યા છે. આલિયાની પોસ્ટને શેર કરતા અર્જુન કપૂરે લખ્યું, "એકદમ શરમજનક છે. આ એક એવી વસ્તુ છે જ્યાં દરેક મર્યાદા વટાવી દેવામાં આવી છે. એક મહિલા પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. જે ​​કોઈ પણ પબ્લિક ફિગની તસવીરો લે છે, શું તેમની આ મર્યાદા ઓળંગવી યોગ્ય છે?


અનુષ્કાએ આ પોસ્ટ શેર કરી છે


અનુષ્કા શર્માએ પણ આલિયાને સપોર્ટ કર્યો છે. તેણે લખ્યું હતું કે "આ લોકો આવું પહેલીવાર નથી કરી રહ્યા. લગભગ બે વર્ષ પહેલા અમે તેમને ગુપ્ત રીતે આ રીતે અમારી તસવીરો લેતા જોયા હતા. શું તમને લાગે છે કે આ બધું કરવાથી તમને ફાયદો થશે?  આ તમારા દ્વારા ખૂબ જ શરમજનક કૃત્ય છે. આ તે લોકો છે જેમણે અમારી પુત્રીની તસવીરો પોસ્ટ કરી હતી, જ્યારે અમે ના પાડી દીધી હતી અને તેણીની ગોપનીયતાનું સન્માન કરવાનું કહ્યું હતું."


જાહ્નવીએ પણ ગુસ્સો વ્યક્ત કર્યો


જ્હાન્વી કપૂરે આલિયાની પોસ્ટ શેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું, "આ ખૂબ જ ખરાબ કૃત્ય છે. મેં આ લોકોને ઘણી વાર ના પાડી, છતાં પણ તેઓ મારી પરવાનગી વિના મારી તસવીરો ક્લિક કરતા રહ્યા છે. જ્યારે હું જીમની અંદર હોઉં છું, ત્યારે તેઓ મને અરીસામાં જુએ છે અને ફોટા ક્લિક કરે છે. કેટલીક જગ્યાઓ પ્રાઇવેટ હોય છે. ઓછામાં ઓછું ત્યાં આ વસ્તુઓ ન કરો. હું સમજું છું કે આ તમારા કામનો એક ભાગ છે, પરંતુ તમારે સમજવું પડશે કે વસ્તુઓ પરસ્પર સંમતિથી થાય છે.