Brahmastra Shooting Video: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' (Brahmāstra: Part One Shiva) સતત હેડલાઈન્સમાં ચમકી રહી છે. છેલ્લા કેટલાક સમયથી બોક્સ ઓફિસ પર બોલિવૂડ ફિલ્મોની જે હાલત છે તે મુજબ હવે જોવું રહ્યું કે અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર' મોટા પડદા પર કેવો જાદુ બતાવી શકે છે. આ જ કારણ છે કે આલિયા-રણબીર સહિત ફિલ્મના બાકીના સ્ટાર્સ પણ આ દિવસોમાં 'બ્રહ્માસ્ત્ર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.


ઈવેન્ટ્સ સિવાય ફિલ્મનું સોશિયલ મીડિયા પર સતત પ્રચાર પણ થઈ રહ્યું છે. દરેક પસાર થતા દિવસ સાથે, આલિયા અને અયાન સતત ફિલ્મના નવા-નવા વીડિયો શેર કરી રહ્યાં છે. હવે આ ક્રમમાં આલિયાએ આજે ​​એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં કઈ રીતે ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું તેની પડદા પાછળની સ્ટાર્સની મહેનત જોવા મળી રહી છે. 


હોલીવુડની સરખામણી કરતા ફેન્સઃ


આલિયાએ જે વીડિયો શેર કર્યો છે તે બ્રહ્માસ્ત્ર સેટનો વીડિયો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે ફિલ્મના મુશ્કેલ સીન કેવી રીતે શૂટ કરવામાં આવ્યા છે. તમને જોઈને નવાઈ લાગશે કે ટ્રેલરમાં બહારના દ્રશ્યો જોવામાં આવ્યા છે જે ખરેખર સ્ટૂડીયોની અંદર શૂટ કરવામાં આવ્યા છે, તે પણ દોરડાથી બાંધીને. આ વીડિયોમાં એક્શનની સાથે રોમાન્સ પણ છે. આ વીડિયો જોઈને ઘણા લોકો તેને હોલીવુડની ફિલ્મ સાથે સરખામણી કરતા જોવા મળ્યા હતા. તમે પણ જુઓ આ ચોંકાવનારો વીડિયો.






તમને જણાવી દઈએ કે અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર' 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ પહેલીવાર છે જ્યારે રણબીર-આલિયા કોઈ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. તે જ સમયે, અન્ય ફિલ્મોને લઈને ચાલી રહેલા બહિષ્કારના ટ્રેન્ડ વચ્ચે 'બ્રહ્માસ્ત્ર'ને સોશિયલ મીડિયા પર ઘણું સમર્થન મળી રહ્યું છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ અદ્દભૂત જોવા મળી રહ્યું છે.