Alia Bhatt Met Gala Dress: મેટ ગાલા 2023માં હૉલીવુડથી લઈને બૉલીવુડ સુધીની તમામ અભિનેત્રીઓએ રેડ કાર્પેટ પર હાજરી આપી હતી. તમામ બ્યૂટીફૂલ એક્ટ્રેસીસે આ સજેલી સાંજે બૉલીવુડની અભિનેત્રીઓ પણ કોઇનાથી કમ ન હતી લાગી. આલિયા ભટ્ટે પહેલીવાર મેટ ગાલામાં એન્ટ્રી કરી હતી, અને અભિનેત્રીએ તેના ગ્લેમરસ લૂકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આલિયાના લૂકની સાથે તેના સુંદર ગાઉનની પણ ખુબ ચર્ચા થઈ રહી છે. શું આલિયાના આ ગાઉનમાં કંઇ ખાસ હતુ, જાણો અહીં....
મેટ ગાલા 2023માં આલિયા ભટ્ટનું ડેબ્યૂ
આલિયા ભટ્ટે મેટ સૉન્ગમાં વ્હાઇટ ગાઉનમાં એન્ટ્રી કરી હતી. ખરેકમાં, તેની સુંદરતાના ખુબ વખાણ થઇ રહ્યાં હતા. સાથે જ તેનું આ ગાઉન પણ ખુબ આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ. મેડ ઈન ઈન્ડિયા આ ડ્રેસને બનાવવામાં 1 લાખથી વધુ મોતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર તેની ઇવેન્ટના કેટલાક ફોટોઝ શેર કર્યા છે, જેમાં તેને ખુદ ખુલાસો કર્યો છે કે તેનો ડ્રેસ મેડ ઇન ઇન્ડિયા છે.
1 લાખ મોતીઓથી બનેલો ડ્રેસ પહેર્યો હતો આલિયા ભટ્ટે
આલિયા ભટ્ટે મેટ ગાલાનો પોતાનો ફોટો શેર કર્યો છે, જેમાં તેને લખ્યું છે કે, 'આ ડ્રેસને 1 લાખ મોતી લગાવીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. મારો લૂક તેનાથી ઇન્સપાયર્ડ હતો, હું કંઈક અલગ કરવા માંગતી હતી. પ્રબલ ગુરુંગે આની ડિઝાઇન કરી હતી. હું આ ડ્રેસ પહેરીને ખુબ જ ગર્વ અનુભવું છું.
ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ પહેલીવાર મેટ ગાલામાં જોવા મળી છે. તેના ફેન્સ તેને અહીં રેડ કાર્પેટ પર વૉક કરતી જોઇને માત્ર એક્સાઇટેડ જ નથી થઇ રહ્યાં, પરંતુ આલિયાના ફોટોઝ પર કૉમેન્ટ પણ કરી રહ્યા છે. આલિયા ભટ્ટને હાલમાં જ તેની ફિલ્મ 'ગંગુબાઈ' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ મળ્યો છે. મેટ ગાલામાં અભિનેત્રીનો આ લૂક 'હાર્ટ ઓફ સ્ટૉન'માં તેના હૉલીવુડ ડેબ્યૂ પહેલા જ આવ્યો છે.