Koffee With Karan 7: જાણીતા ચેટ શો કોફી વીથ કરણની (Koffee With Karan) સાતમી સીઝન જલ્દી જ શરુ થવા જઈ રહી છે. શોનો પહેલો એપિસોડ બી-ટાઉનના ફેમસ સ્ટાર્સ સાથે શરુ થશે અને આ સ્ટાર્સ કોઈ બીજા નહી પણ ''રોકી ઔર રાની કી પ્રેમ કહાની''ના (Rocky Aur Rani Ki Prem Kahani) કો-સ્ટાર્સ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ છે. ઉલ્લેખનીય છે કે, કોફી વીથ કરણની સાતમી સીઝનની ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે ત્યારે હવે સાતમી સીઝનનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે.
સુહાગરાત પર બોલી આલિયા ભટ્ટઃ
શોના પ્રોમો વીડિયોમાં હોસ્ટ કરણ જોહર પોતાના પહેલા મહેમાન રુપે રણવીર સિંહ અને આલિયા ભટ્ટનું સ્વાગત કરે છે અને બંને સ્ટાર્સ ભરપૂર એનર્જી સાથે સ્ટેજ પર દમદાર એન્ટ્રી કરે છે. પ્રોમોમાં રણવીર અને આલિયા ઘણી બધી મસ્તી કરતાં જોઈ શકાય છે. આ દરમિયાન કરણ જોહર આલિયાને લગ્ન સાથે જોડાયેલો એક પ્રશ્ન પુછે છે જેના જવાબમાં આલિયા સુહાગરાતને લઈને પોતાની વાત મુકે છે. આલિયા કહે છે કે, "સુહાગરાત જેવી કોઈ વસ્તુ નથી હોતી કારણ કે, તમે થાકેલા હોવ છો."
આલિયા અને રણબીરે લગભગ 5 વર્ષ એકબીજાને ડેટ કર્યા અને 14 એપ્રિલ 2022ના રોજ લગ્ન કર્યા હતા અને લગ્નના બે મહિના બાદ આલિયા ભટ્ટે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયા આ દિવસોમાં પોતાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. આ સિવાય તેની ફિલ્મ 'ડાર્લિંગ'નું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.