Amisha Patel Hot: બૉલીવુડની ગુજરાતી મૂળની એક્ટ્રેસ અમીષા પટેલ હાલમાં ફિલ્મોથી દુર છે, પરંતુ તે આગામી ફિલ્મ ગદર 2ને લઇને ચર્ચામાં છે. જોકે ફિલ્મોથી દુર હોવા છતાં તે સોશ્યલ મીડિયા પર પોતાના ફેન્સની સાથે કનેક્ટ રહે છે. અમીષા પટેલ અત્યારે 46 વર્ષની છે, પરંતુ તેની ફિટનેસ પર લાખો ફેન્સ ફિદા છે. તે રેગ્યૂલર વર્કઆઉટ કરે છે અને જીમમાંથી તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે.
અમીષા પટેલએ વર્ષ 2001માં ફિલ્મ ગદરથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. અમીષા પટેલની સની દેઓલ સાથેની આ ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી, તેના ડાયલૉગ્સ આજે પણ ફેમસ છે. આ ફિલ્મને કેટલાય એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે. હવે ફરી એકવાર એક્ટ્રેસ લાઇમલાઇટમાં આવી છે. 46 વર્ષી એક્ટ્રેસે તાજેતરમાં જ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તે બિકીનીમાં ગ્લેમરનો તડકો લગાવી રહી છે. આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
શેર કરવામાં આવેલી આ તસવીરોમાં એક્ટ્રેસ બ્લેક બિકીનીમાં હૉટનેસની હદો પાર કરી રહી છે. તેને બ્લેક બિકીની ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરેલો છે. ફેન્સ આના પર ફિદા થઇ ગાય છે. અમીષા પટેલના ઇન્સ્ટાગ્રામ પર હાલમાં 4.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, અને તે માત્ર 978 લોકોને જ ફોલો કરે છે. હવે એક્ટ્રેસે ગદર 2માં ફરી એકવાર સની દેઓલ સાથે દેખાશે. અમીષા પટેલ ગદર બાદ હમરાજ, ક્યા યહી પ્યાર હૈ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તાજેતરમાં જે એક્ટ્રેસ ભૂલ ભૂલૈયામાં જોવા મળી હતી. જે પછી તેને રેસ 2 કરી હતી,.
--