Amitabh Bachchan On Twitter Blue Tick: માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે આજે શુક્રવારે એક મોટું પગલું ભરતા અનપેડ એકાઉન્ટ્સ ધરાવતા ઘણા બધા સેલેબ્સના ટ્વિટર પરથી બ્લુ ટિક છીનવી લીધી છે. ટ્વિટરે તેની જાહેરાતમાં કહ્યું હતું કે, વેરિફાઈડ એકાઉન્ટ્સમાંથી ફ્રી બ્લુ ટિક હટાવી દેવામાં આવી છે. આ સાથે ટ્વિટર પર સૌથી વધુ એક્ટિવ રહેતા બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પાસેથી પણ ટ્વિટરે બ્લુ ટિક છીનવી લીધું હતું. બ્લુ ટિક હટાવવાને લઈને બિગ બીએ પ્રતિક્રિયા આપી છે.


અમિતાભ બચ્ચન બ્લુ ટિક માટે હાથ જોડ્યા


અમિતાભ બચ્ચને તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યું અને લખ્યું, “T 4623 A Twitter ભૈયા! તમે સાંભળી રહ્યા છો? હવે અમે પૈસા પણ ભરી દીધા છે... તો ભાઈ, અમારા નામની આગળ જે નીલ કમલ છે, તે પાછું લગાવી દો ભૈયા, જેથી લોકોને ખબર પડે કે અમે જ છીએ. અમે હાથ જોડીએ છીએ. અબ કા, ગોદવા જોડે પડી કા??


અભિતાભે ટ્વિટરને વિનંતી કરતી વખતે ભોજપુરી ભાષાનો ઉપયોગ કર્યો હતો. 


બિગ બીની પોસ્ટ પર ફેન્સ ફની કોમેન્ટ કરી 


જ્યારે ચાહકો પણ અમિતાભ બચ્ચનના આ ટ્વિટ પર રમુજી ટિપ્પણી કરી રહ્યા છે. એકે લખ્યું, "આવું છે.... હવે તમારે પણ લાઈનમાં ઉભા રહીને રાહ જોવી પડશે." પહેલા તમે જ્યાં ઉભા હતા ત્યાંથી લાઇન શરૂ થતી હતી. બીજાએ લખ્યું, "બચ્ચન સાહેબ અને અંગ્રેજ હો કહું કા નહિ સુનત હો, બે-ત્રણ દિવસ રાહ જુઓ." અન્ય એક ચાહકે કમેન્ટ કરી કે, "ક્યા કહે બચ્ચન સાહેબ, ઈલોન મસ્કનું શું કરવું."


<blockquote class="twitter-tweet"><p lang="hi" dir="ltr">T 4623 - ए twitter भइया ! सुन रहे हैं ? अब तो पैसा भी भर दिये हैं हम ... तो उ जो नील कमल ✔️ होत है ना, हमार नाम के आगे, उ तो वापस लगाय दें भैया , ताकि लोग जान जायें की हम ही हैं - Amitabh Bachchan .. हाथ तो जोड़ लिये रहे हम । अब का, गोड़वा 👣जोड़े पड़ी का ??</p>&mdash; Amitabh Bachchan (@SrBachchan) <a rel='nofollow'>April 21, 2023</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>


અમિતાભ સિવાય ઘણા સેલેબ્સે ટ્વિટર પર બ્લુ ટિક ગુમાવી


જાહેર છે કે, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ જેવા ઘણા બોલિવૂડ સ્ટાર્સ એ મોટા નામોમાં સામેલ છે જેમણે એલોન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની બ્લુ ટિક ગુમાવી દીધી છે. એલોન મસ્કે પહેલેથી જ અવેતન ખાતાઓમાંથી બ્લુ ટિક દૂર કરવાની જાહેરાત કરી હતી.


બ્લુ સબસ્ક્રિપ્શનની કિંમત શું?


બ્લુ સબ્સ્ક્રિપ્શનની કિંમત દરેક માર્કેટમાં બદલાય છે. ભારતમાં, iPhone અને Android સ્માર્ટફોન દ્વારા સબસ્ક્રિપ્શનનો ખર્ચ મહિને રૂ. 900 છે. ટ્વિટર વેબસાઈટ પર દર મહિને ખર્ચ ઘટીને 650 રૂપિયા થઈ જાય છે. વપરાશકર્તાઓ તમે તેની વાર્ષિક સભ્યપદ પણ લઈ શકો છો. તેની કિંમત થોડી સસ્તી છે.