હિન્દી સિનેમાના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના પર્સનલ રાઇટ્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જે અંગે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. બિગ બી વતી પ્રખ્યાત વકીલ હરીશ સાલ્વે આ કેસ લડી રહ્યા છે.






આ કારણે અમિતાભ બચ્ચને કેસ કર્યો હતો


અમિતાભ બચ્ચન દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલા પર્સનલ રાઇટ્સની સુરક્ષાના આ કેસથી તેઓ ચર્ચામાં આવ્યા છે. એક રિપોર્ટ્સ અનુસાર, બિગ બીએ આ મામલામાં પોતાની તસવીર, અવાજ, નામ અથવા તેમની કોઈપણ વિશેષતાઓનું રક્ષણ કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મુજબ જો કોઈ વ્યક્તિ કે સંસ્થા અમિતાભ બચ્ચનનું નામ, અવાજ અથવા તેમની સાથે જોડાયેલી કોઈપણ વસ્તુનો તેમની પરવાનગી વગર ઉપયોગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


વાસ્તવમાં ભૂતકાળમાં  અમિતાભ બચ્ચનના પ્રખ્યાત શો કૌન બનેગા કરોડપતિને લઈને નકલી લોટરી સંદેશાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર વાયરલ થયા હતા જેમાં અમિતાભ બચ્ચનના નામનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો હતો.


અમિતાભે અગાઉ પણ ચિંતા વ્યક્ત કરી હતી


આ પહેલા અમિતાભ બચ્ચને મંજૂરી વગર ઘણી જગ્યાએ પોતાના અવાજના ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી હતી. જેના માટે હવે અમિતાભ બચ્ચને આ મોટું પગલું ભર્યું છે. વાસ્તવમાં અમિતાભ બચ્ચન હિન્દી સિનેમાનું તે વ્યક્તિત્વ છે, જે કોઈ બ્રાન્ડથી ઓછું નથી. આવી સ્થિતિમાં બિગ બીની પરવાનગી વિના, તેમની સાથે સંબંધિત કોઈપણ વસ્તુ એટલે કે નામ, તસવીર, અવાજ અથવા અન્ય વિશેષતાઓનો ઉપયોગ કરવો ગેરકાયદેસર માનવામાં આવશે.


Most Popular Female Actress: દીપિકા-આલિયાને પાછળ છોડી સામંથા રૂથ પ્રભુએ મારી બાજી


Most Popular Female Film Star In India For October 2022: ફિલ્મ 'પુષ્પા'ની સફળતા પછી રશ્મિકા મંદાનાએ ખુબ જ લોકપ્રિયતા મેળવી અને ભારે ચર્ચામાં રહી.જો કે રશ્મિકા મંદાના કરતા ફિલ્મના આઇટમ નંબર 'ઓ એન્ટાવા'ની સામંથા રૂથ પ્રભુ વધુ ચર્ચામાં રહી હતી. એટલું જ નહીં સામંથાએ લોકપ્રિયતાના મામલે બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓને પણ પાછળ છોડી દીધી છે. હા, ઓરમેક્સ મીડિયાએ ઓક્ટોબર 2022 માટે મોસ્ટ પોપ્યુલર ફીમેલ સ્ટારની યાદી બહાર પાડી છે. જેમાં સામંથા રૂથ પ્રભુનું નામ ટોચ પર છે. સામંથાએ દીપિકા, કેટરીના, આલિયા, કરીના જેવી સ્ટાર એક્ટ્રેસને પાછળ છોડી પોતે પહેલું સ્થાન હાંસલ કરી દીધું છે. ઓરમેક્સ મીડિયાએ Twitter પર ઓક્ટોબર 2022 માટે સૌથી વધુ લોકપ્રિય મહિલા સ્ટારની યાદી જાહેર કરી છે. જેમાં સામંથા ટોચના સ્થાન પર છે