Happy Birthday Rakhi Sawant: એક સમયે મુંબઈની એક ચૌલમાં ગરીબીમાં જીવતી જાણીતી ફિલ્મ અભિનેત્રી રાખી સાવંત પાસે હવે કોઈ વસ્તુની કમી નથી. આજે રાખીનું નામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અમીર સ્ટાર્સમાં લેવામાં આવે છે. આજે રાખીના 44મા જન્મદિવસના અવસર પર ચાલો જાણીએ તેની કુલ નેટવર્થ વિશે.


રાખી સાવંતની નેટવર્થ


રાખી સાવંત ફિલ્મો અને મ્યુઝિક આલ્બમમાં અભિનય કરીને ખૂબ કમાણી કરે છે. આ સિવાય રાખી સાવંત કેટલીક બ્રાન્ડની જાહેરાત કરીને પણ મોટી કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાખી સાવંતની કુલ નેટવર્થ લગભગ 40 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.






આલીશાન બંગલો


એક સમયે ચાલીમાં રહેતી રાખી સાવંત પાસે પોતાનો એક ખૂબ જ આલીશાન બંગલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાખીના આ બંગલાની કિંમત 11 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સિવાય તેની પાસે મુંબઈમાં જ ઘણા લક્ઝુરિયસ ફ્લેટ છે.


કાર કલેક્શન


રાખી સાવંત જ્યારે પણ ટ્રિપ પર જાય છે ત્યારે તેની 21 લાખ રૂપિયાના ફોર્ડ એન્ડેવરમાં જવાનું પસંદ કરે છે. આ કાર સિવાય રાખી પાસે પોલો કાર પણ છે.


આ ફિલ્મથી કરી એન્ટ્રી 


રાખી સાવંતે 2004માં શાહરૂખ ખાનની ફિલ્મ મૈં હૂં નામાં 'મિની'ની ભૂમિકાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ કર્યા પછી રાખી સાવંતે ક્યારેય પાછું વળીને જોયું નથી. તમને જણાવી દઈએ કે રાખી સાવંત હંમેશા પોતાની સ્ટાઈલ અને વિવાદોના કારણે ચર્ચામાં રહે છે. આ સિવાય આ દિવસોમાં રાખી સાવંત તેના આગામી પ્રોજેક્ટ્સમાં ખૂબ જ વ્યસ્ત છે. તેના ચાહકો તેની એક ઝલક માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


વિવાદો સાથે સંકળાયેલી છે રાખી


રાખી સાવંતે પોતાના અભ્યાસ બાદ એક્ટિંગની દુનિયામાં કામ કરવાનું શરુ કરી દીધું. કરિયરની શરુઆતમાં તેણી ઘણાં નાના પાત્રોમાં જોવા મળતી હતી. પરંતુ બાદમાં તેણીએ આઈટમ નંબરમાં પોતાની ઓળખ બનાવી હતી. નાના પડદાં પર તેણીના સ્વયંવર પણ કરવામાં આવ્યો ગતો. ત્યારબાદ રાખી લાઈમલાઈટમાં આવી હતી. તેણીનું આખુ કરિયર વિવાદો અને ચર્ચાઓથી ભરાયેલું છે.