Kaun Banega Crorepati 14 Promo: હિન્દી સિનેમાના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ઘણા દાયકાઓથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. એટલું જ નહીં, તે લોકપ્રિય ક્વિઝ આધારિત રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ' પણ હોસ્ટ કરે છે. આ દિવસોમાં બીગ બી કેબીસીની 14મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબર 2022ના રોજ 80 વર્ષના થશે. તે KBC સાથે 22 વર્ષથી જોડાયેલા છે. આ ખાસ દિવસ માટે, કેબીસીના મેકર્સે સ્ટેજ પર અમિતાભ બચ્ચન માટે એક એવું સરપ્રાઈઝ રાખ્યું, જેનાથી તેમની આંખોમાં આંસુ આવી ગયા.


'કૌન બનેગા કરોડપતિ'ના નિર્માતાઓએ અમિતાભ બચ્ચન માટે તેમના 80માં જન્મદિવસ પર સરપ્રાઈઝ રાખ્યું હતું. કેબીસીના સ્ટેજ પર બિગ બી હોસ્ટ કરવા આવતા જ તેમની સાથે કંઈક એવું થાય છે, જેના પછી તેઓ રડવા લાગે છે. સોની ટીવીએ તેનો પ્રોમો વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે.


બિગ બીને સરપ્રાઈઝ મળ્યુંઃ


વીડિયોમાં જોઈ શકાય છે કે, બિગ બી કેબીસી 14ના સ્ટેજમાં પ્રવેશે છે અને હોસ્ટિંગ શરૂ કરતા જ ''શો સમાપ્તી''નું હોર્ન વાગે છે. આ સાંભળીને બિગ બી ચોંકી જાય છે. તે આશ્ચર્યચકિત થાય છે કે શો શરૂ થાય તે પહેલા જ કેવી રીતે સમાપ્ત થયો.


આ પછી બિગ બીનો ડાયલોગ “કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા” સંભળાય છે અને પછી તેમનો પુત્ર અભિષેક બચ્ચન સ્ટેજ પર પ્રવેશ કરે છે અને તે તેના પિતા બીગ બીને ભેટી પડે છે. બિગ બી પણ ખુશીથી ઉછળી પડે છે અને પુત્ર અભિષેકને ગળે મળે છે, આ સાથે જ અમિતાભ બચ્ચનના આંખોમાંથી આંસુ આવી જાય છે. આ એપિસોડ ટીવી પર 11 ઓક્ટોબર એટલે કે બિગ બીના 80માં જન્મદિવસ પર બતાવવામાં આવશે.