નવી દિલ્હીઃ દુનિયાભરના દેશો પડકાર ઝીલી રહ્યાં છે, ત્યારે ભારતમાં કોરોના સામેની લડાઇમાં બૉલીવુડ સ્ટાર્સ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો એક સાથે આવ્યા છે. કોરોનાને માત આપવા અને અવેરનેસ માટે એક શોર્ટ ફિલ્મ બનાવી છે, જેનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.



આ શોર્ટ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રજનીકાંત, પ્રિયંકા ચોપડા, ચિરંજીવી, આલિયા ભટ્ટ, મામૂથી, દિલજીત દોસાંઝ, મોહનલાલ અને રણવીર કપૂર સાથે અન્ય સ્ટાર્સે કામ કર્યુ છે.



આ ફિલ્મ કોરોના સામે અવેરનેસને લઇને બનાવવામાં આવી છે. આની ખાસિયત એ છે કે આમા બધા સ્ટાર્સે પોત પોતાના ઘરમાંથી આનુ શૂટિંગ કર્યુ છે.



કોઇપણ સ્ટાર આ ફિલ્મના શૂટ માટે ઘરની બહાર નથી આવ્યો, બધાનુ કામ ખુબ સુંદર છે, અને તમને પણ આ જોઇને નહીં લાગે કે આ લોકો સાથે નથી. અહીં જુઓ અમિતાભ અને બાકી સેલેબ્સની આ ખાસ શોર્ટ ફિલ્મ.......