મુંબઇઃ બૉલીવુડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપને કોરોના મહામારીને લઇને નર્સ અને ડૉક્ટરોની ચિંતા સતાવી રહી છે. અનુરાગ કશ્યપે એક ટ્વીટ કરીને આ વાત જણાવી છે, તેમને કહ્યું છે કે, હાલના સમયમાં તેમને કંઇક થશે તો અંત નિશ્ચિત છે.


દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસના કેર વચ્ચે અનુરાગ કશ્યપે ટ્વીટ કરીને કહ્યું કે, ડૉક્ટર્સ અને નર્સ દેશ માટે સૌથી વધુ જરૂરી છે. દેશમાં કોરોનાને બચાવવા માટે સૌથી જરૂરી છે કે આપણા ડૉક્ટરો અને નર્સો અને બધા સ્વાસ્થ્ય કર્મચારીઓ સ્વસ્થ રહે, સુરક્ષિત રહે, તેમને કંઇક થશે તો પછી થાળી વગાડો કે દીવડા પ્રગટાવો, કે પછી કંઇપણ કરો, પણ અંત નિશ્ચિત છે.



અનુરાગ કશ્યપે હેશ ટેગ #DocsNeedGear #TestKaroNa ને પોતાના ટ્વીટના સાથે જોડ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે દેશમાં ડૉક્ટરો આ સમયે ખરાબ પરિસ્થિતિમાં કામ કરી રહ્યાં છે. ડૉક્ટરોની પાસે માસ્ક અને બાકી વસ્તુઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. અનુરાગ કશ્યપે આ ટ્વીટ કરીને સરકાર સામે કટાક્ષ કર્યો હતો.



ઉલ્લેખનીય છે કે ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ અવારનવાર સરકાર સામે બાંયો ચઢાવે છે, અગાઉ સીએએ અને એનઆરસી મુદ્દે પણ ટ્વીટર પર સરકાર સામે પૉસ્ટ કરીને ચર્ચામાં આવ્યા હતા.