મુંબઇઃ બૉલીવુડના બીગબી અમિતાભ બચ્ચને કોરોનાને લઇને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મજાક ઉડાવી છે, એક્ટર હંમેશા સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે, ખાસ કરીને પોતાની ફિલ્મો, જુની યોદાને અમિતાભ બચ્ચન ફેન્સની વચ્ચે ફન કરતા રહે છે.

અમિતાભ બચ્ચને એક ટ્વીટ કર્યુ છે, જેમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિશે એક મજાકીયો જોક્સ શેર કર્યો છે. તેમને લખ્યુ- મારા મિત્ર તરફથી આ મજેદાર મેસેજ આવ્યો. ગિનીઝ બુક શી જિનપિંગને એવોર્ડ આપશે કેમકે તેમને ચીનની અત્યાર સુધીની સૌથી વધુ ચાલનારી પ્રૉડક્ટ બનાવી છે.



અમિતાભના આ ફની ટ્વીટના કારણે ફેન્સ અજીબોગરીબ રિએક્શન આપી રહ્યાં છે. આ જોક્સે લોકો વૉટ્સએપ પર પણ શેર કરી રહ્યાં છે.



નોંધનીય છે કે, દુનિયામાં કોરોનાથી મરનારાઓની સંખ્યા વધીને 1,03,141 પર પહોંચી ગઇ છે. કૉવિડ-19થી દુનિયાભરમાં 16 લાખથી વધુ લોકો સંક્રમિત છે, સૌથી વધુ અમેરિકા, ઇટાલી, ચીન અને સ્પેન સહિતના દેશો પ્રભાવિત છે.