મુંબઇઃ કોરોનાના કારણે હાલ દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ છે. લોકો ઘરની બહાર નથી નીકળી શકતા, ત્યારે સલમાન ખાનના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સલમાન ખાનની ફિલ્મ રાધે આ વખતે ઇદ પર રિલીઝ નહીં થાય.
હાલ દેશભરમાં બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રી પર તાળુ લાગેલુ છે. મોટા ભાગના શૂટિંગ બંધ છે. જેના કારણે સલમાન ખાનની ફિલ્મ રાધેને ઇદ પર રિલીઝ કરવાને લઇને પૉસ્ટપોન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે હજુ આ વાતની સત્તાવાર માહિતી સામે આવી નથી.
તાજા રિપોર્ટ પ્રમાણે છેલ્લા 10 વર્ષથી ક્યારેય આવુ નથી બન્યુ કે ઇદ પર સલમાન ખાનની ફિલ્મ રિલીઝ ના થઇ હોય. પણ આ વખતે ઇદ ફેન્સ માટે ખાલી જવાની નક્કી છે. લૉકડાઉનના કારણે ભાઇજાન સલમાન ખાને પોતાની રાધે ફિલ્મની રિલીઝ ઇદ આગળ વધારી છે.
આ વર્ષે 22 મે, 2020ના રોજ ઇદ છે, પણ રાધે ફિલ્મ નહીં જોવા મળે. કેમકે રાધે ફિલ્મનુ શૂટિંગ હજુ સુધી પુરુ નથી થઇ શક્યુ.
આ વખતે ઇદ પર નહીં દેખાય સલમાન ખાન, લૉકડાઉનના કારણે પૉસ્ટપોન થઇ ફિલ્મ રાધે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Apr 2020 08:23 AM (IST)
આ વર્ષે 22 મે, 2020ના રોજ ઇદ છે, પણ રાધે ફિલ્મ નહીં જોવા મળે. કેમકે રાધે ફિલ્મનુ શૂટિંગ હજુ સુધી પુરુ નથી થઇ શક્યુ
- - - - - - - - - Advertisement - - - - - - - - -